મેજર ગોગોઈ પર લેવાશે એક્શન, ડ્યૂટી છોડી હોટલમાં મહિલાને મળવાનો આરોપ

કાશ્મીરમાં તૈનાત સેનાના મેજર લીતુલ ગોગઈ વિરૂદ્ધ અનુશાસનની કાર્યવાહી થશે. તેમના પર સ્થાનિક લોકો સાથે સંબંધ વધારવાનો આરોપ છે

gogoi




શ્રીનગર હોટલની બહાર યુવતીની સાથે પકડાયેલા ભારતીય સેનાના મેજર લીતુલ ગોગોઈ વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટે તેમને ડ્યૂટી સમયે ઓપરેશનલ એરિયામાંથી દૂર હોવા અંગે દોષી જાહેર કર્યાં છે. આ ઉપરાંત મેજર ગોગોઇને નિર્દેશો વિરૂદ્ધ જઈને સ્થાનિક નાગરિકો સાથે સંબંધ વધારવાના કેસમાં પણ દોષિત જાહેર કર્યાં છે. 23 મેનાં રોજ ભારતીય સેનાના મેજર લિતુલ ગોગોઇ શ્રીનગરની હોટલ ગ્રાન્ડ મમતામાં બડગામની યુવતી સાથે પરડાયાં હતા.

  કાશ્મીરમાં તૈનાત સેનાના મેજર લીતુલ ગોગઈ વિરૂદ્ધ અનુશાસનની કાર્યવાહી થશે. તેમના પર સ્થાનિક લોકો સાથે સંબંધ વધારવાનો આરોપ છે. મેજર લીતુલ ગોગોઈ શ્રીનગરની એક હોટલમાં 18 વર્ષની યુવતી સાથે કથિત રીતે હોટલની રૂમમાં જવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. જે અંગે હોટલના સ્ટાફ સાથે માથાકૂટ થતાં સમગ્ર વિવાદ સામે આવ્યો હતો. આ ઉપરાંત તેમના વિરૂદ્ધ ઓપરેશન એરિયામાં હોવા છતાં પણ ડ્યૂટીની જગ્યાએથી દૂર હોવાનો પણ આરોપ છે. મેજર ગોગોઈ તે જ મેજર છે જેઓ પથ્થરમારા દરમિયાન સુરક્ષિત રીતે નીકળવાના પ્રયાસમાં એક પથ્થરબાજને પોતાની જીપ સાથે બાંધ્યો હતો.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK