રાહુલ ગાંધી જશે કૈલાસ માનસરોવર, ચીનના રસ્તે શરૂ કરશે યાત્રા

કર્ણાટકની ચૂંટણી દરમિયાન જ રાહુલ ગાંધીએ કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની જાહેરાત કરી હતી

RAHUL



પોતાને શિવભક્ત ગણાવી ચૂકેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ચાર દિવસની કૈલાશ માનસરોવર યાત્રા પર રવાના થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે તેઓ માનસરોવરની યાત્રા નેપાળ નહીં પરંતુ ચીનના રસ્તે કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ તેમની આ ધાર્મિક યાત્રા 12 દિવસ ચાલશે અને 12 સપ્ટેમ્બરે તેઓ યાત્રા પુરી કરીને પાછા ફરશે.

ચૂંટણી સભામાં જ કર્યો હતો નિર્ધાર

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2018ની કર્ણાટકની ચૂંટણી દરમિયાન જ રાહુલ ગાંધીએ કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની જાહેરાત કરી હતી. તે સમયે તેમણે કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થયા બાદ રજા લઈને કૈલાસ યાત્રા કરવાની જાહેરાત કરી હતી.

પોતાને શિવભક્ત ગણાવે છે રાહુલ

ગુજરાતની ચૂંટણી દરમિયાન રાહુલ પોતાને જનોઈધારી હિંદુ અને શિવભક્ત ગણાવી ચૂક્યા છે. તે રુદ્રાક્ષની માળા પણ ધારણ કરે છે, જે ગુજરાતમાં પ્રચાર દરમિયાન દેખાતી હતી.

કેમ માનસરોવર યાત્રા પર જઈ રહ્યા છે રાહુલ ગાંધી ?

કર્ણાટકની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી સાથે કંઈક એવું બન્યું કે તેમણે કૈલાસ જવાનું નક્કી કર્યું. એપ્રિલમાં દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ રેલી દરમિયાન રાહુલે કહ્યું હતું કે,'2-3 દિવસ પહેલા હું કર્ણાટક જઈ રહ્યો હતો. અમે પ્લેનમાં હતા. પ્લેન અચાનક જ 8 હજાર ફૂટ નીચે આવી ગયું. હું અંદર ચોંકી ઉઠ્યો. ત્યારે મને ભગવાન શિવ યાદ આવ્યા, અને મેં કૈલાશ જવાનો નિર્ણય કર્યો' ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના આ નિવેદને સોફ્ટ હિંદુત્વ તરફ કોંગ્રેસનું વલણ તરીકે જોવાયું હતું.

કેમ મહત્વની છે કૈલાસ યાત્રા ?

હિંદુ ધર્મમાં કૈલાસ માનસરોવર યાત્રાનું ખાસ મહત્વ છે. શિવભક્તો માટે તે વિશેષ છે. કહેવાય છે કે કૈલાસ પર્વત પર ભગવાન શિવ વાસ કરે છે. તેની પાસે જ માનસરોવર છે. અહીં પાણી પીવાથી અને સ્નાન કરવાથી પાપ ધોવાતા હોવાની પણ માન્યતા છે. જો કે આ યાત્રા ખૂબ જ મુશ્કેલ છે. કૈલાસ સુધી પહોંચવા માટે 19,500 ફૂટનું ચઢાણ કરવું પડે છે. તેમ છતાંય સેંકડો તીર્થયાત્રીઓ દર વર્ષે માન સરોવરની યાત્રા કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK