કાયદામાં સંશોધન વગર એક સાથે ચૂંટણી શક્ય નથીઃ ઓ.પી. રાવત

એક સાથે 11 રાજ્યમાં ચૂંટણી શક્ય છે. જો કે તેના માટે પણ તમામ રાજકીય પક્ષોની સહમતી જરૂરી છે. રાવતે કહ્યું કે એક સાથે ચૂંટણી માટે વધારે ચૂંટણી કર્મચારીઓ, સુરક્ષા અને વીવીપેટ મશીનની જરૂર પડશે

O P RAWAT

નવી દિલ્હી

દેશમાં એક સાથે ચૂંટણીનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓમ પ્રકાશ રાવતે કહ્યું છે કે દેશમાં એકસાથે ચૂંટણી શક્ય નથી. તેમનું માનવું છે કે કાયદામાં સંશોધન બાદ જ એક સાથે ચૂંટણી શક્ય છે. જો કે તેમણે કહ્યું છે કે એક સાથે 11 રાજ્યમાં ચૂંટણી શક્ય છે. જો કે તેના માટે પણ તમામ રાજકીય પક્ષોની સહમતી જરૂરી છે. રાવતે કહ્યું કે એક સાથે ચૂંટણી માટે વધારે ચૂંટણી કર્મચારીઓ, સુરક્ષા અને વીવીપેટ મશીનની જરૂર પડશે. સોમવારે સામે આવેલી માહિતી મુજબ મોદી સરકારા આગામી વર્ષે થઈ રહેલી લોકસભાની ચૂંટણીની જોડે એક સાથે 11 રાજ્યમાં ચૂંટણી કરાવી શકે છે. ભાજપ પોતે પણ એક સાથે ચૂંટણીમાં પક્ષમાં છે.

સર્વપક્ષીય બેઠક બોલાવી શકે છે સરકાર

લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણી એક સાથે કરવા મુદ્દે સર્વસહમતી તૈયાર કરવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવવા પર વિચાર કરી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સોમવારે બહાર આવ્યું હતુ કે આગામી દિવસોમાં સર્વપક્ષીય બેઠક બોલાવાઈ શકે છે. જો કે આ બેઠક અંગે હજી અંતિમ નિર્ણય નથી લેવાયો.

11 રાજ્યમાં એક સાથે ચૂંટણીના મૂડમાં સરકાર

સરકાર આગામી વર્ષે લોકસભા અને 11 રાજ્યની વિધાનસભા ચૂંટણી સાથે કરાવવા તૈયારી કરી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2019માં લોકસભાની ચૂંટણીની સાથે સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, છત્તીસગઢ અને હરિયાણા જેવા રાજ્યોમાં સાથે ચૂંટણી યોજાઈ શકે છે. જો કે આ એટલું સહેલું પણ નથી. જણાવી દઈએ કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે, જ્યારે ઓડિશા, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મિઝોરમમાં 2019ની લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી યોજાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK