અંતરિક્ષમાં ભારતની વધુ એક સફળતા, ચંદ્રયાને ચંદ્ર પર બરફ હોવાની આપી માહિતી

ચંદ્ર પર બરફ હોવાની માહિતી પહેલા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન તરફથી માહિતી મુજબ જાહેરાત કરી હતી કે ચંદ્રયાન 1એ ચંદ્રની સપાટી નીચે પાણીની હાજરી શોધી છે

CHANDRAYAN



ભારતે લગભગ 10 વર્ષ પહેલા છોડેલા ચંદ્રયાદને ચંદ્રને લઈ જે નવી માહિતી આપી છે, તે જોતા અંતરિક્ષમાં ભારની શાખ વધુ મજબૂત બની છે. ચંદ્રયાદને ચંદ્ર પર બરફ હોવાની વાતને સમર્થન આપ્યું છે. વૈજ્ઞાનિકોના મુજબ ડાર્ક સાઈટ એટલે કે ચંદ્રના પોલાર રિજન તરફ ચંદ્રયાને બરફ હોવાની માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ચંદ્રયાન ચંદ્ર પર પાણી હોવાની વાતને સમર્થન આપી ચુક્યુ છે. ચંદ્રયાનથી મળેલી માહિતી મુજબ ચંદ્રની સપાટી પર કેટલાક મિલિલિટર પાણી હજી પણ હોઈ શકે છે. આ માહિતી દ્વારા ભવિષ્યના ચંદ્રના મિશનને લઈ મહત્વની મદદ મળી શકે છે.

દક્ષિણ અને ઉત્તર ધ્રુવ પર બરફ

કહેવાય છે કે ચંદ્રના દક્ષિણ પોલ તરફ રહેલા ખાડામાં બરફ જામેલો છે. આ ઉપરાંત ઉત્તર પોલ તરફ પણ બરફનું મોટુ લેયર છે. વૈજ્ઞાનિકો નાસાના મૂન મિનરલોજી મેપ ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા ચંદ્રયાનની માહિતીની તપાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 2008માં છોડાયેલા ચંદ્રયાન 1 તરફથી ચંદ્ર પર રહેલા બરફની પાકી માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રનો કેટલોક ભાગ એો પણ છે, જ્યાં સૂરજનું અજવાળુ પહોંચતું જ નહીં. એટલે જ આ તરફ તાપમાન - 156 ડિગ્રી સુધી પહોંચે છે.

ચંદ્રની સપાટી નીચે મળ્યુ હતું પાણી

ચંદ્ર પર બરફ હોવાની માહિતી પહેલા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન તરફથી માહિતી મુજબ જાહેરાત કરી હતી કે ચંદ્રયાન 1એ ચંદ્રની સપાટી નીચે પાણીની હાજરી શોધી છે. ચંદ્રયાન 1ની સાથે મોકલાયેલા નાસાના યંત્ર 'મૂન મિનરલોજી મેપર (એમ 3)'એ રિફ્લેક્ટેડ લાઈટની વેવલેન્થ ઓળખી છે, જે માટીના પહેલા સ્તરમાં હાઈડ્રોજન અને ઓક્સિજનનો રાસાયણિક સંબંધ હોવાની માહિતી આપે છે. આ માહિતીનું વિશ્લેષણ કરીને એણ 3એ ચંદ્ર પર પાણી હોવાની માહિતી આપી હતી. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે લગભગ 40 વર્ષ પહેલા ચંદ્ર પણ પાણીની હાજરી હતી


ચંદ્રના ખડકો પર નિશાની

ચંદ્ર પરથી અપોલો અંતરિક્ષ યાત્રીઓ દ્વારા સ્મૃતિ રૂપે ધરતી પર લવાયેલા ચંદ્રના ખડકોના નમૂનાનો અભ્યાસ કરાયા બાદ વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો હતો. પરંતુ વૈજ્ઞાનિકોને આ વાત પર શંકા પણ હતી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ન્યુક્લિયર ફિઝનને કારણએ ચંદ્ર પર ખડકો અને માટીમાં મળેલા ઓક્સિજનના પ્રોટોન્સ અને સૂર્ય દ્વારા ઉત્સર્જિત હાઈડ્રોજન વચ્ચે પ્રક્રિયા બાદ પાણી બન્યું હશે. તમને એ પણ જણાવી દઈએ કે એમ 3એ પાણીના તત્વોની ઓળખ કરીને વિશ્લેષણ કર્યું હતુંક ે ચંદ્રની સપાટી પર સૂર્યનો પ્રકાશ કેવી રીતે પરાવર્તિત થાય છે.

શું છે એમ 3 ઈન્સ્ટ્રુમેન્ટ ?

એમ 3 ઈન્સ્ટ્રુમેન્ટ નાસા મૂન મિનરોલોજી મેપર છે, જે ભારતના પહેલા ચંદ્ર અભિયાનમાં સામેલ કરાયું છે. આ ઉપરાંત ચંદ્રયાનમાં હાઈપર સ્પેક્ટ્રલ ઈમેજર અને ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનનું મૂન ઈમ્પેક્ટ પ્રોબ પણ લગાવાયું છે. જે ચંદ્ર પર પડતા રિફ્લેક્ટેડ પ્રકાશની વેવલેન્થ પર કામ કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK