ચૂંટણીના બહિષ્કાર પર ભાજપનો આક્ષેપઃ 35 એ બહાનું, ફારૂક કરી રહ્યા છે હલકી રાજનીતિ

ચૂંટણીના બહિષ્કાર પર ભાજપનો આક્ષેપઃ 35 એ બહાનું, ફારૂક કરી રહ્યા છે હલકી રાજનીતિ

BJP ON FAROOQUE



નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાની લોકસભા-વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી મામલે ભાજપના નેતા રામ માધવે આકરી ઝાટકણી કાઢી છે. રામ માધવે પ્રતિઆક્ષેપ કર્યો છે કે અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરમાં પંચાયત અને નગર નિકમની ચૂંટણીને લઈ રાજકારણ કરી રહ્યા છે. માધવનો આરોપ છે કે કાશ્મીરના નેતાઓ નથી ઈચ્છતા કે તેમના રાજ્યના લોકો લોકશાહીના અધિકારનો લાભ મેળવી શકે

ફારૂક પર વરસ્યા રામ માધવ


એનસી પ્રમુખની ચીમકી પર નિવેદન આપતા રામ માધવે કહ્યું, 'અમે કાશ્મીરના લોકોને લોકશાહીના અધિકાર આપવા માટે જમ્મુ અને લદ્દાખમાં નગર નિગમની ચૂંટણી ઈચ્છી રહ્યા છીએ. ફારૂક અબ્દુલ્લા હંમેશા પોતાના પક્ષનું રાજકારણ કરતા રહ્યા છે, અને તેમણે ક્યારેય લોકોના લોકશાહી અધિકારો અપાવવાનો પ્રયત્ન નથી કર્યો. હવે જ્યારે પીએમ મોદી આમ કરી રહ્યા છે, તો કોઈને કોઈ બહાને ફારૂક અબ્દુલ્લા વિરોધ કરી રહ્યા છે.'

રાજકારણનો લગાવ્યો આરોપ

રામ માધવનો આક્ષેપ છે કે ફારુક અબ્દુલ્લા હંમેશા જમ્મુ કાશ્મીરની જનતાને ભ્રમિત કરતા રહ્યા છે. આ વખતે પણ તેઓ સંવેદનશીલ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે. પીએમ મોદી રાજ્યની સ્થિતિને લઈ ગંભીર છે, પરંતુ ફારુખ અબ્દુલ્લા મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.

શું બોલ્યા હતા ફારૂક અબ્દુલ્લા ?


નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે જો કેન્દ્ર સરકાર કલમ 35 એ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો તેમનો પક્ષ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે. આ પહેલા બુધવારે અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમનો પક્ષ રાજ્યમાં નગર નિગમ અને પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK