ભીમા કોરેગાંવ કેસઃSCએ કહ્યું 5 સપ્ટેમ્બર સુધી નજરકેદ રહેશે પાંચેય માઓવાદી વિચારકો

પીએમ મોદીની હત્યાના ષડયંત્રમાં પકડાયેલા માઓવાદી કાર્યકર્તાઓને સુપ્રીમ કોર્ટે આંશિક રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે મહારાષ્ટ્ર સરકારને નોટિસ ફટકારતા કહ્યું છે કે આરોપીઓની ધરપકડ કરવાના બદલે તેમની અટકાયત કરવામાં આવે



SC


    
સુપ્રીમ કોર્ટમાં હવે આ કેસની વધુ સુનાવણી 6 સપ્ટેમ્બરે થશે. ઉલ્લેખનીય છે કે 28 ઓગસ્ટે પૂણે પોલીસે ભીમા કોરેગાંવ હિંસા, નક્સલીઓ સાથે સંબંધ અને ગેરકાયદે કામગીરી મામલે પાંચ લોકોને અરેસ્ટ કર્યા હતા. રોમિલા થાપર, પ્રભાત પટનાયક, સતીશ દેશપાંડે, માયા દરનાલ અને વધુ એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલેખાની ધરપકડ વિરુદ્ધ અરજી કરી છે.
    
સુધા ભારદ્વાજને ગુરુવારે હાઈકોર્ટમાં રજૂ કરાશે

ભીમા કોરેગાંવ હિંસા મામલે પોતાના જ ઘરમાં નજરકેદ કરાયેલી માનવાધિકાર વકીલ સુધા ભારદ્વાજ વિશે હરિયાણામાં NIT ફરીદાબાદના ડીસીપીએ જણાવ્યું કે આવતીકાલે તેમને હાઈકોર્ટમાં રજૂ કરાશે. ત્યાં સુધી તે પોલીસ પહેરા હેઠળ રહેશે. કોર્ટમાં રજૂ કરવા સુધી તેઓ મીડિયા સાથે પણ વાત નહીં કરી શકે, પરંતુ તે વકીલોને જરૂર મળી શક્શે.
    

જો સરકાર સાક્ષી નહીં લાવી શકે તો...

જેડીયુના નેતા પવન વર્માએ આ મામલે નિવેદન આપ્યું કે સરકારે આ તમામ માઓવાદી વિચારકો વિરુદ્ધ પુરાવા આપવા પડશે. જો સરકાર મજબૂત પુરાવા નહીં આપી શકે તો, આ સ્પષ્ટ રીતે અભિવ્યક્તિની આઝાદીના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન છે.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે પણ આપ્યું ધ્યાન
    
ભીમા કોરેગાંવ હિંસા મામલે પોલીસ દ્વારા જુદા જુદા શહેરમાં દરોડા કરી પાંચ વામપંથી વિચારકોની ધરપકડ કરવા મુદ્દે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે પણ ધ્યાન આપ્યું છે. આયોગનું કહેવું છે કે આ તમામ ધરપકડ મામલે પોલીસે એસઓપીનું પાલન નથી કર્યું, જે તેમના માનવ અધિકારનું ઉલ્લંઘન છે.
    
વરવર રાવની પુત્રી સુજાતાનું નિવેદન

આ દરમિયાન ધરપકડ કરાયેલા એક્ટિવિસ્ટ વરવર રાવની પુત્રી સુજાતાએ કહ્યું,'અમારા આખા ઘરની જડતી લેવાઈ. આ દરમિયાન દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક અને જૂના ફોન પણ પોલીસ સાથે લઈ ગઈ છે'

પીએમ મોદીની હત્યાના ષડયંત્ર મામલે પૂણે પોલીસે મંગળવારે દેશના છ રાજ્યોમાં દરોડા પાડીને 5 મઓવાદી કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. આ તમામને જૂન મહિનામાં પકડાયેલા પાંચ માઓવાદીઓની પૂછપરછના આધારે પકડવામાં આવ્યા છે. પૂણે પોલીસ મુજબ તમામ પર પ્રતિબંધિત માઓવાદી સંગઠન સાથે લિંક હોવાનો આરોપ છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK