રાફેલ ડીલઃરાહુલ ગાંધી પર વીફર્યા જેટલી, કહ્યું રાહુલમાં સમજણનો અભાવ

રાફેલ ડીલને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ આપતા અરૂણ જેટલીએ આકરા પ્રહાર કર્યા છે

RAHUL JETLY



રાફેલ ડીલને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ આપતા અરૂણ જેટલીએ આકરા પ્રહાર કર્યા છે. જેટલીએ રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસ રાફેલની કિંમત અંગે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. રાહુલ ગાંધી પોતાના જ ભાષણમાં 2007માં રાફેલ ડીલ અંગે સાત વખત જુદી જુદી કિંમત બોલ્યા હતા. સર્જરી બાદ પહેલી વખત મીડિયા સાથે વાત કરતા જેટલીએ કહ્યું,'રાફેલ ડીલ પરના આરોપ પ્રાથમિક શાળામાં થતી ડિબેટ જેવા છે. હું કંઈક 500 ચૂકવી રહ્યો હતો અને તમે કંઈક 1600 આપી દીધા. આ પ્રકારની ડિબેટથી રાહુલ ગાંધીની સમજણ વિશે સવાલ ઉઠે છે.' જેટલીએ ઉમેર્યું કે રાહુલ ગાંધીએ જયપુરમાં આપેલા એક ભાષણમાં જ રાફેલ ડીલની કિંમત 520 કરોડ અને 540 કરોડ ગણાવી હતી. તો હૈદરાબાદમાં તેમણે આ આંકડો 526 કરોડ કરી નાખ્યો. જેટલીએ કહ્યું કે અલગ અલગ આંકડા બોલે છે, ત્યારે જ તેમનું સત્ય સામે આવે છે.

જેટલીએ વધુમાં કહ્યું કે 2015થી 2016 વચ્ચે રાફેલની કિંમતો પર ચર્ચા થઈ. એરક્રાફ્ટની કિંમતમાં 9 ટકાનો ઘાટડો થયો. શું કોંગ્રેસને આ વાતની ખબર છે. શું તમે સાધારણ વિમાનો સાથે ફાઈટર જેટની સરખામણી કરી શકો છો ?

રાહુલ ગાંધી પર આક્ષેપ કરતા તેમણે કહ્યું, 'જો તમે રાષ્ટ્રપતિ મેક્રોનના શબ્દોને ખોટી રીતે ક્વોટ કરવાની મર્યાદા વટાવી શકો છો, અને તેમણે તમને આ ડીલમાં કોઈ ગોપનીયતા ન હોવાનું કહ્યું છે, તો ફ્રાંસની સરકારે તે વાત ફગાવી દીધી છે.' ભારત સરકારે સંસદમાં ગોપનીયતાનું કારણ દર્શાવ્યું પછી તમે કહો છો કે, 'હશે હું નથી માનતો'

'લોકોને મૂરખ ન બનાવી શકે કોંગ્રેસ'

કોંગ્રેસ પર પ્રહાર કરતા જેટલીએ કહ્યું કે કોંગ્રેસ દરેક વખતે લોકોને મૂરખ ન બનાવી શકે. આ બે સરકાર વચ્ચેની વ્યવસ્થા છે. ભારત સરકાર ફ્રાંસ સરકાર પાસેથી 36 લોડેડ એરક્રાફ્ટ ખરીદશે. તેમાં કોઈ ખાનગી પક્ષની ભૂમિકા નથી.

યશવંત સિંહા અને અરૂણ શૌરી પર પ્રહાર

અરૂણ જેટલીએ યશવંત સિંહા અને અરૂણ શૌરી પર આક્ષેપ કરતા કહ્યું કે, 'એનડીએમાં, ખાસ કરીને ભાજપમાં અમારા કરિયર રાષ્ટ્રવાદી રહ્યા છે. તેઓ અમારી સાથે ત્યાં સુધી રાષ્ટ્રવાદી છે, જ્યાં સુધી તેમના કરિયરને અનુરુપ. હું આવા લોકો પાસેથી વિશ્વસનિયતાની અપેક્ષા નથી રાખતો'

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી રાફેલ ડીલ મામલે સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. રાહુલ ગાંધીનો આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર રાફેલ વિમાનો માટે યુપીએ સરકારે નક્કી કર્યા કરતા વધુ કિંમત ચૂકવી રહી છે. અને ડીલમાં ફેરફાર માત્ર એક ઉદ્યોગપતિને ફાયદો કરાવવા માટે થયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK