ઍનીટાઇમ આવી રહી છે આકાશમાંથી આફત

 

નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન)ની નકામી બની ગયેલી સૅટેલાઇટ ટૂંક સમયમાં પૃથ્વી પર પડે એવી સંભાવના છે. રશિયાના નિષ્ણાતોના મત મુજબ છ ટનની અપર ઍટમોસ્ફિયર રિસર્ચ સૅટેલાઇટ હિન્દ મહાસાગરમાં પડે એવી શક્યતા છે. જોકે નાસાએ કહ્યું હતું કે સૅટેલાઇટ ક્યાં પડશે એ વિશે અત્યારે કશું કહી શકાય એમ નથી.

 

 

૭૫ કરોડ ડૉલર (અંદાજે ૯૭૫૦ કરોડ રૂપિયા)નો બનેલી આ સૅટેલાઇટ પૃથ્વી પર પડે એ પહેલાં કુલ ૨૬ ટુકડામાં વિભાજિત થઈ જવાનો અંદાજ છે. એનો કાટમાળ ૮૦૦ કિલોમીટરના વિસ્તારમાં વેરાશે. જોકે કોઈ માનવીને ઈજા થવાની શક્યતા ૩૨૦૦માંથી એક જેટલી છે. આ સૅટેલાઇટ નકામી બની ગયાનાં છ વર્ષ બાદ પૃથ્વી તરફ પાછો આવી રહ્યો છે. આ પહેલાં ૨૦૦૧માં સાત ટનની એક સૅટેલાઇટ પૅસિફિક મહાસાગરમાં પડી હતી.

નાસાની નકામી બની ગયેલી સૅટેલાઇટ હિન્દ મહાસાગરમાં પડવાની સંભાવના : ૨૦૦૧માં પૅસિફિક મહાસાગરમાં પડી હતી

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ના રિસર્ચ ઍન્ડ ઈન્સ્ટ્રુમેન્ટ  ડિપાર્ટમેન્ટના વડા ટીઆઇએફઆરના ખગોળશાસ્ત્રી ડૉ. મયંક વાહિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પૃથ્વી પર ૭૦ ટકા પાણી છે અને ૩૦ ટકા જમીન છે. આથી સૅટેલાઇટના ટુકડાઓ સમુદ્રમાં પડવાની શક્યતાઓ સૌથી વધારે છે. એમ છતાં અમુક ટુકડાઓ જમીન પર પડે તો એનાથી કોઈ પણ જાનહાનિ થવાની સંભાવના નથી. જ્યારે નિરંકુશ સૅટેલાઇટ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે એ ઊંચાઈ પર નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. આવી સ્થિતિમાં પૃથ્વીના વાતાવરણ સાથે ઘર્ષણ થતાં ઍલ્યુમિનિયમ અને ટિટેનિયમ ધાતુની બનેલી સૅટેલાઇટ સળગી ઊઠે છે અને એના ટુકડા થઈ જાય છે.

જોકે અમુક નિરંકુશ સૅટેલાઇટમાં પૅરૅશૂટ ગોઠવેલું હોવાથી એ સલામત રીતે નીચે ઊતરે છે, પરંતુ આ સૅટેલાઇટમાં પૅરૅશૂટ નથી. આવી સ્થિતિમાં એ કઈ દિશામાંથી પૃથ્વી પર આવશે એ નિશ્ચિત કરવા માટે રડાર અને ટેલિકૉમનો ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે નાસાએ કૅલિફૉર્નિયા અને કોલોરાડોમાં જરૂરી વ્યવસ્થા કરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK