માયા કોડનાણીના બચાવમાં અમિત શાહની જુબાનીમાં સહેજે વિશ્વાસ ન રાખી શકાય

નરોડા ગામ હત્યાકાંડની સુનાવણી દરમ્યાન SITએ કરી દલીલ, કહ્યું...

amit shah

૨૦૦૨ના નરોડા ગામ સામૂહિક હત્યાકાંડની સુનાવણી કરી રહેલી અમદાવાદની સ્પેશ્યલ કોર્ટને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરાયેલી SITએ જણાવ્યું હતું કે ‘મુખ્ય આરોપી અને ગુજરાતનાં ભૂતપૂર્વ પ્રધાન માયા કોડનાણીના સંદર્ભે BJP ચીફ અમિત શાહ દ્વારા કરવામાં આવેલું નિવેદન માન્યામાં આવે એવું ન હોવાથી એને ધ્યાનમાં લેવું જોઈએ નહીં.’

૨૦૦૨માં જે દિવસે રમખાણો ફાટી નીકળ્યાં એ સમયે પોતે નરોડા ગામે નહીં પરંતુ વિધાનસભામાં હાજર હતાં અને ત્યાર બાદ સોલા સિવિલ હૉસ્પિટલમાં હતાં એ પુરવાર કરી પોતાની એલિબી મજબૂત કરવા માયા કોડનાણીએ અમિત શાહને કોર્ટમાં હાજર રહેવાનો સમન્સ મોકલવા કોર્ટને વિનંતી કરી હતી, જેના અનુસંધાનમાં ગયા સપ્ટેમ્બરમાં અમિત શાહ માયા કોડનાણીના બચાવ માટે સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થયા હતા.

સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર ગૌરાંગ વ્યાસે જસ્ટિસ એમ. કે. દવેને બુધવારે જણાવ્યું હતું કે ‘અમિત શાહે લાંબા સમય બાદ નિવેદન કર્યું હોવાથી એ અસંગત છે. આ ઉપરાંત અન્ય કોઈ આરોપીએ માયા કોડનાણી સોલા સિવિલ હૉસ્પિટલમાં હાજર હોવાનું જણાવ્યું ન હોવાથી અમિત શાહનું નિવેદન માની શકાય એવું નથી.’

કેસની સુનાવણી હવે આજે કરવામાં આવશે.


અમિત શાહે કોર્ટને જણાવ્યું હતું કે જે દિવસે રમખાણો ફાટી નીકળ્યાં એ દિવસે તેઓ વિધાનસભામાં માયા કોડનાણીને મળ્યા હતા અને ત્યાર બાદ ફરી અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં પણ મળ્યા હતા. ૨૦૦૨ની કોમી હિંસાના નવ મહત્વના કેસમાં નરોડા ગામ કેસનો સમાવેશ થાય છે, જેની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી SITને સોંપવામાં આવી હતી. ૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગોધરા ટ્રેન બાળ્યાના વિરોધમાં બોલાવવામાં આવેલા બંધ દરમ્યાન નરોડા ગામમાં મુસ્લિમ સમાજના ૧૧ જણની હત્યા કરવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK