ગૌરક્ષકોએ ગાયોની હેરાફેરી કરનારની ગોળી મારીને હત્યા કરી, પછી ઘટનાને ઍક્સિડન્ટમાં ખપાવવા લાશને ટ્રૅક પર નાખી

રાજસ્થાનના અલવર જિલ્લામાં બની ઘટના, અટૅકમાં બે જણ ઘાયલ

alwar


રાજસ્થાનની હરિયાણા તરફની સરહદે અલવર જિલ્લાના ગોવિંદગઢ પાસેના ફહારી ગામમાં કહેવાતા ગૌરક્ષકોએ કરેલા હુમલામાં એક જણ મૃત્યુ પામ્યો હતો અને બે જણ ઈજા પામ્યા હતા. ૧૦ નવેમ્બરે ગાયોની હેરફેર કરનારા ઉમર મોહમ્મદ અને તેના બે સાથીઓ પર ગૌરક્ષકોએ હુમલો કર્યો હતો. એ વખતે કરવામાં આવેલા ગોળીબારમાં ઉમર મોહમ્મદ મૃત્યુ પામ્યો હતો અને તેના બે સાથી ઈજા પામ્યા હતા.

એ ત્રણ જણ હરિયાણાના મેવાતથી રાજસ્થાનના ભરતપુર તરફ ગાયો લઈને જતા હતા. તેમને રસ્તામાં એક ટોળાએ રોકીને હુમલો કર્યો હતો. એ ઘટના બાબતે પોલીસે ચુપકીદી સેવી હતી. ઉમર મોહમ્મદ ગોળીબારની ઈજાઓથી મૃત્યુ પામ્યો હોવાના સમાચારને સત્તાવાર સૂત્રોએ સમર્થન આપ્યું હતું. ઉમરની બૉડી સ્થાનિક હૉસ્પિટલના શબઘરમાં રાખવામાં આવી છે. ઉમરના પરિવારમાં પત્ની અને આઠ સંતાનોનો સમાવેશ છે.

હુમલામાં ઉમરના બે સાથીઓને સાધારણ ઈજાઓ થઈ હતી. તે બન્ને ઘટનાસ્થળેથી નાસી ગયા હતા. એમાંથી એક તાહિર મોહમ્મદ રાજ્યની સરહદ પાસેની હૉસ્પિટલમાં દાખલ થયો હતો અને બીજો તેની સારવાર માટે ત્યાં તેની સાથે હતો.

 હુમલાની ઘટનાના મેવાતી સમુદાયમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ વિરોધ-પ્રદર્શનો કર્યા હતાં. મરનારના સગાએ જણાવ્યું હતું કે ગુનો કરવામાં આવ્યો એ વખતે પોલીસો ત્યાં હાજર હોવા છતાં તેમણે હુમલાખોરોને રોક્યા નહોતા. એ લોકોએ તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવાની માગણી કરી હતી, પરંતુ બે દિવસ પછી પણ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી નથી.

અલવર ખાતે ઉમર મોહમ્મદના સમુદાયની પંચાયતના આગેવાને જણાવ્યું હતું કે ‘હત્યારાઓને ફક્ત ઉમરની હત્યા કરીને સંતોષ થયો નહોતો. એ લોકોએ ઉમરની બૉડીને દોડતી ટ્રેન નીચે કચડાવીને એ મૃત્યુને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. એ લોકો ઉમરની આખી બૉડીને કચડાવી ન શક્યા. તેનું માથું અને ડાબી બાજુના અવયવો કપાયા હતા. જોકે શરીરમાં ગોળીબારના જખમો ધરાવતો ભાગ યથાવત્ રહ્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy