ચાર વર્ષ સુધી જે બાળકને સમજ્યુ છોકરી તે નીકળ્યો છોકરો

ચાર વર્ષના અયમાન મોહમ્મદ ખાન ઉર્ફે અમનના મેડિકલ રિપોર્ટ બાદ નક્કી થયું કે તે છોકરો છે

boy



ચાર વર્ષના અયમાન મોહમ્મદ ખાન ઉર્ફે અમનના મેડિકલ રિપોર્ટ બાદ નક્કી થયું કે તે છોકરો છે. આ પહેલા તેને છોકરી મનાઈ રહ્યો હતો. અમનના ડીએનએ પરથી ખુલાસો થયો છે કે તેના ડીએનએ કોઈ પણ પુરુષના ડીએનએ જેવા એક્સ વાય છે. આગળનીત પાસ માટે પરિવાર બાળકને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ લઈ ગયો છે. ગુરુવારે અમનને હોસ્પિટલમાં દાખલ કરાય તેવી શક્યતા છે. જો બધું બરાબર ચાલ્યુ તો ગુપ્ત ભાગના પુનઃનિર્મઆમ કરવનાર આ બાળક સૌથી નાની ઉંમરનો દર્દી બનશે.

અમનના પિતા ટ્રક ડ્રાઈવર મોહમ્મદ ખાને પણ આ વાતને સમર્થન આપ્યું છે. તેમનું કહેવું છે કે, 'અમે કેટલીક તપાસ કરાવી છે, આગળની તપાસ માટે બાળકને હોસ્પિટલ લાવ્યા છીએ. તેને દાખલ કરવામાં આવશે. ઓપરેશનની તારીખ અપાશે.' હાલ અમનને હોર્મોનની દવાઓ અપાઈ રહી છે. આ દવા ડોક્ટર રજત કપૂરના નિર્દેશ પ્રમાણે છેલ્લા એક મહિનાથી અપાઈ રહી છે. ડોક્ટર કપૂર પ્લાસ્ટિક સર્જન છે, જેઓ બીડના કોન્સ્ટેબલ લલિત સાલ્વેનું ઓપરેશન કરી ચૂક્યા છે.

હોસ્પિટલના અધિક્ષક મધુકર ગાયકવાડનું કહેવું છે કે, 'અમનના ડીએનએની તપાસ કરાઈ છે. જેના પરથી તે છોકરો હોવાનું નક્કી થયું છે.  તમામ જરૂરી તપાસ બાદ જ ઓપરેશન કરવામાં આવશે.'

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK