૨૦૧૯ના ઇલેક્શનનો ધમધમાટ શરૂ

નરેન્દ્ર મોદી અને અમિત શાહે BJPના મુખ્ય પ્રધાનોને મળીને ૨૦૧૪ કરતાં વધુ સીટો મેળવવાની ગુરુચાવીઓ આપી : BJP શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહની બેઠક

modi1

આવતા વર્ષે યોજવામાં આવનારી લોકસભાની ચૂંટણી અને વર્ષના અંત સુધીમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીના ભાગરૂપે BJPએ ગઈ કાલે નવી દિલ્હીમાં મહત્વની બેઠક યોજી હતી. એ બેઠકમાં BJP શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો સાથે પક્ષપ્રમુખ અમિત શાહે આગામી ચૂંટણીઓના સંદર્ભમાં મહામંથન શરૂ કર્યું હતું. બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. મોદી સરકારના લોકકલ્યાણના વિવિધ કાર્યક્રમો, સામાજિક ન્યાય અને નૅશનલ સિક્યૉરિટી જેવા મુદ્દે ચૂંટણીમાં ૨૦૧૪ કરતાં પણ વધારે બેઠકો પર જીત મેળવી ફરી કેન્દ્રમાં સત્તા મેળવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં BJPના નવા મુખ્યાલયમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપીને બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં વિવિધ પ્રદેશો અને ક્ષેત્રોની સ્થિતિ અને વ્યૂહ, NDA ગઠબંધન, સંગઠન સ્તરે કામકાજ, કેન્દ્રીય યોજનાઓનો રાજ્યોમાં પ્રભાવશાળી અમલ સહિતના વ્યૂહો પર ચર્ચાવિચારણા થઈ હતી. બેઠકના સમાપન વેળા વડા પ્રધાને બધા મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનોને સૂચનાઓ આપી હતી.

modi

બેઠકમાં ‘સ્વચ્છ ભારત’ અને ‘ગ્રામ સ્વરાજ’ યોજનાઓના લક્ષ્યાંકો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. એ ઉપરાંત ૪૮,૦૦૦ ગામડાંમાં રાંધણગૅસના કનેક્શન્સ, ગરીબોને LED બલ્બ્સનું વિતરણ અને ગરીબોને વીમા યોજનામાં આવરી લેવા જેવી ૭ યોજનાઓની પ્રગતિનો અંદાજ મેળવ્યો હતો. આ વિવિધ કાર્યક્રમોની જાણકારી લોકો સુધી પહોંચાડવાની જવાબદારી મુખ્ય પ્રધાનોને આપવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK