કાશ્મીરમાં આતંકવાદીઓએ સાત પોલીસનાં ૧૧ સગાંને કર્યાં કિડનૅપ

સૈયદ સલાહુદ્દીનના બીજા દીકરાની ગુરુવારે ધરપકડ થઈ એ પછી ઉગ્રવાદીઓ ત્રાટક્યા

દસોી

ઉગ્રવાદીઓએ સાઉથ કાશ્મીરના વિવિધ વિસ્તારોમાંથી સાત પોલીસનાં સગાંનાં અપહરણ કર્યાં હતાં. આધારભૂત સૂત્રોના સમર્થન વગરના અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે પોલીસોના અપહરણ કરવામાં આવેલા સંબંધીઓની સંખ્યા ૧૧ પર પહોંચી છે.

અપહરણની ઘટનાના જાણકાર અધિકારીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના કર્મચારીઓના ઓછામાં ઓછા સાતેક સંબંધીઓનાં શોપિયાં, કુલગામ, અનંતનાગ અને અવંતીપોરાથી અપહરણ કરવામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના અધિકારીઓએ વૈશ્વિક આતંકવાદી સૈયદ સલાહુદ્દીનના બીજા દીકરા શકીલની ધરપકડ કર્યા પછી ઉગ્રવાદીઓએ આ પગલું લીધું હતું.

પોલીસ-અધિકારીઓએ અન્ય અપહરણોની વિગતો જણાવી નહોતી. ઉગ્રવાદીઓએ શોપિયાં જિલ્લાના ર્બેથીપોરામાં એક પોલીસ-કૉન્સ્ટેબલના ઘરને આગ લગાડવાની ધમકી પણ આપી હતી. કાશ્મીરના રાજકીય પક્ષ નૅશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબદુલ્લાએ જણાવ્યું હતું કે પોલીસોનાં સગાંનાં અપહરણ કાશ્મીરની ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. દરમ્યાન કાશ્મીરના ગંદરબલ જિલ્લામાંથી અપહરણ કરવામાં આવેલાં પોલીસનાં સગાંનર ઉગ્રવાદીઓએ નિર્દયતાથી મારઝૂડ કરીને પછી તેમને છોડી દીધાં હતાં.

કાશ્મીરમાં બહારના લોકો પ્રૉપર્ટી કેમ ન ખરીદી શકે એ અરજીની સુનાવણી હવે ૧૯ જાન્યુઆરીએ

જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર બક્ષતી દેશના બંધારણની કલમ ૩૫-A પર સુનાવણી સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ જજિઝની બેન્ચે આવતા જાન્યુઆરી મહિના સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે બંધારણની એ કલમની કાયદેસરતાને સર્વોચ્ચ અદાલતમાં પડકારી હતી. હવે આ કેસની સુનાવણી ૨૦૧૯ની ૧૯ જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરની સરકારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ (શહેરી સુધરાઈઓ અને ગ્રામપંચાયતો)ની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેસની સુનાવણી રોકવાની માગણી સુપ્રીમ કોર્ટ સમક્ષ કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સિક્યૉરિટી એજન્સીઓ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની સલામતી-વ્યવસ્થામાં વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK