ખતરનાક બીમારીથી હવે બચશે તમારું બાળક, મહાઅભિયાન શરૂ

બાળકોને મીઝલ્સ અને રૂબેલા જેવી ગંભીર બીમારીઓથી બચાવવા માટે  કેન્દ્ર સરકારે મહાઅભિયાનની શરૂઆત કરી છે.



rasikaran 1


પોલિયોમુક્ત ભારતની જેમ હવે મીઝલ્સમુક્ત ભારતના લક્ષ્ય પર કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. 2020 સુધી ભારતને મીઝલ્સ મુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત શરૂ થયેલા આ મહાઅભિયાન હેઠળ મીઝલ્સથી બાળકોને બચાવવા માટે મીઝલ્સ-રુબેલાની રસી આપવામાં આવી રહી છે. નિ:શુલ્ક રસીકરણ અભિયાનને યુદ્ધ સ્તરે ભારતભરમાં લાગુ કરાયું છે.

દેશમાં 41 કરોડ બાળકોને રસીકરણનું લક્ષ્ય

WHO અને  દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે જોડાઈને ભારત આ કાર્યક્રમ દ્વારા 2020 સુધી મીઝલ્સને નાબુદ કરવા અને રૂબેલા/જન્મજાત રૂબેલા સિંડ્રોમ (સીઆરએસ)ને નિયંત્રિત કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી દેશ આખામાં યુદ્ધ સ્તરે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે અને આમાં લગભગ 41 કરોડ બાળકોને રસી આપવાનું લક્ષ્ય છે.

નૉઈડા : છ લાખ બાળકોને રસીકરણનું લક્ષ્ય

આરોગ્ય વિભાગે સોમવારે મીઝલ્સ-રૂબેલા માટે કેન્દ્ર સરકારના નિ:શુલ્ક રસીકરણ કાર્યક્રમને શરુ કર્યો, જેમાં ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર (નૉઈડા) જિલ્લાના છ લાખથી વધુ બાળકોને રસી મૂકવાનો ટાર્ગેટ છે. જિલ્લાના જુદાં જુદાં એવા 193 સ્થળોએ રસીકરણ કેન્દ્ર શરૂ કરાયા છે. મીઝલ્સ-રુબેલાની રસી બધી સરકારી તેમજ પ્રાઈવેટ સ્કૂલ, મદરસા, આંગણવાડી કેન્દ્રો પર મફત મૂકવામાં આવી રહી છે.

આ પણ વાંચો : કુલગામમાં એન્કાઉન્ટર પૂરું, બે આતંકી ઠાર, એક જવાન શહીદ


પ્રયાગરાજ : 11 લાખ બાળકોને રસીકરણનું લક્ષ્ય

મીઝલ્સ-રુબેલા રસીકરણ અભિયાન હેઠળ નવ મહિનાથી પંદર વર્ષની વયના બાળકોને રસી મૂકવામાં આવશે. આ અંતર્ગત યૂપીના પ્રયાગરાજ (અલાહાબાદ) જિલ્લામાં 11 લાખ બાળકોને રસીકરણનું લક્ષ્ય નક્કી કરાયું છે. મીઝલ્સ જીવલેણ પણ બની શકે છે, એવામાં રસીકરણ જરૂરી છે. રસીકરણ અભિયાન ચલાવવા માટે જિલ્લા શાળા નિરીક્ષક, જિલ્લા મૂળભૂત શિક્ષણાધિકારી અને ચીફ મેડિકલ ઓફિસરને જવાબદારી આપવામાં આવી છે. તેમને અંદરોઅંદર નક્કી કરીને દરેક શાળામાં કેમ્પ કરીને રસીકરણ કરવાનું કહેવામાં આવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK