બસમાં હસ્તમૈથુન કરનાર વિકૃત વ્યક્તિનો વિડિયો ગર્લ સ્ટુડન્ટે કર્યો વાઇરલ

દિલ્હી યુનિવર્સિટીની એક ગર્લ સ્ટુડન્ટે દક્ષિણ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં ખીચોખીચ ભરેલી બસમાં હસ્તમૈથુન કરી રહેલી એક વ્યક્તિનો વિડિયો તાજેતરમાં રેકૉર્ડ કર્યો હતો.

video1

સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલા આ વિડિયોમાં આધેડ વયની એક વ્યક્તિ પોતાના ખોળામાં થેલો રાખીને અન્ય યાત્રીઓની નજરથી છુપાવીને આ હરકત કરી રહેલી દેખાય છે. જોકે તેની બાજુમાં બેઠેલી આ સ્ટુડન્ટને તેની આ હરકત સ્પષ્ટ દેખાઈ રહી છે.

video

આ સ્ટુડન્ટે આરોપ કર્યો છે કે ૭ ફેબ્રુઆરીએ થયેલી આ ઘટનામાં આ માણસે તેને સ્પર્શ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. એનો વિરોધ કરીને તેણે જોરથી ચીસ પાડી હતી, પરંતુ બસમાંના અન્ય યાત્રીઓએ કોઈ પ્રતિક્રિયા ન આપતાં આ માણસ જરાય ડર્યો નહોતો. આ ઘટના બાદ યુવતી તરત બસમાંથી ઊતરી ગઈ હતી તથા જાહેરમાં અશ્લીલ હરકત કરવાની તથા જાતીય શોષણની ફરિયાદ કરવા પોલીસ-સ્ટેશન પહોંચી હતી. વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાતા આ માણસની હજી ધરપકડ કરવામાં આવી નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK