કાશ્મીર સરહદે એન્કાઉન્ટરમાં આર્મી મેજર અને ત્રણ જવાન શહીદ, બે ઘૂસણખોર પણ ઠાર

LoCની નજીકનાં તમામ ક્ષેત્રોમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યુ

ENCOUNTER

પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં ઘૂસણખોરી કરતા બે આતંકવાદીઓને સલામતી-દળોએ ખતમ કર્યા હતા અને એક મેજર સહિત ચાર લશ્કરી જવાનો શહીદ થયા હતા. સ્વાતંત્ર્યદિને મોટા આતંકવાદી હુમલાના કાવતરા સાથે આવતા આતંકવાદીઓના એન્કાઉન્ટરની ઘટના સાથે LoCની નજીકનાં તમામ ક્ષેત્રોમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે. દરમ્યાન જમ્મુ શહેરમાં આઠ ગ્રેનેડ સાથે એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી.

૧૫ ઑગસ્ટ પહેલાં આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતાની ગુપ્તચરોની બાતમીના આધારે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે લશ્કરના અધિકારીઓને ઍડ્વાઇઝરી નોટ મોકલી હતી. ત્યાર પછી લશ્કરી દળોને પણ આતંકવાદીઓનું મોટું જૂથ બાંદીપોરાના ગુરેઝ સેક્ટર દ્વારા ઘૂસણખોરીની તૈયારીમાં હોવાની બાતમી ગુપ્તચરો દ્વારા મળી હતી. તમામ બાતમીઓના આધારે ગઈ કાલે સવારે લશ્કરી જવાનોએ બાંદીપોરાના ગુરેઝ સેક્ટરમાં LoC પાસેના બખ્તુર વિસ્તારમાં સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું. એ વખતે જવાનોએ આઠ આતંકવાદીઓના જૂથને ઘૂસણખોરી કરતાં જોયું હતું. ભારતીય સૈન્યે તેમને પડકારીને શરણે થવાનો આદેશ આપ્યો હતો. એ વખતે એ ફિદાયીન જૂથમાં સામેલ આતંકવાદીઓએ ગોળીબાર કરવા માંડ્યો હતો. એના જવાબમાં લશ્કરના ૩૬ રાષ્ટ્રીય રાઇફલ્સ અને ૯ ગ્રેનેડિયર્સના જવાનોએ કાઉન્ટર ઑપરેશન શરૂ કર્યું હતું. ત્યાર પછીના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા. કાઉન્ટર ઑપરેશનમાં એક મેજર કે. પી. રાણે અને ત્રણ સૈનિકો હવાલદાર જે. સિંહ, હવાલદાર વિક્રમજિત અને રાઇફલમૅન મનદીપ શહીદ થયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK