ડૉન મુન્ના બજરંગીની પત્નીએ કેન્દ્રીય પ્રધાન પર પતિના મર્ડરનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો

સીમા સિંહે જણાવ્યું હતું કે ‘મારા પતિની હત્યા માટે સુનીલ રાઠીને સુપારી આપવામાં આવી હતી કે નહીં એ હું જાણતી નથી, પરંતુ મનોજ સિંહા, અલકા કૃષ્ણાનંદ રાય અને ધનંજય સિંહ જેવા કેટલાક અગ્રણી નેતાઓએ સરકારી તંત્ર સાથે સાઠગાંઠ કરીને મારા પતિનું કાસળ કાઢ્યું છે.

munna

સોમવારે ઉત્તર પ્રદેશની બાગપત જેલમાં માફિયા-ડૉન મુન્ના બજરંગીની હત્યાની ઘટના પછી મુન્નાની પત્ની સીમા સિંહે પતિની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ કેન્દ્ર સરકારના રેલવે વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મનોજ સિંહા, ભૂતપૂર્વ સંસદસભ્ય ધનંજય સિંહ અને સદ્ગત વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાયની વિધવા અલકા રાય સહિત અનેક વ્યક્તિઓ પર મૂક્યો છે.

જેલમાં ગોળીબાર કરીને મુન્નાનું કાસળ કાઢવામાં આવ્યા પછી બાગપત જિલ્લા હૉસ્પિટલમાં પત્રકારો સાથે વાતચીત કરતાં સીમા સિંહે જણાવ્યું હતું કે ‘મારા પતિની હત્યા માટે સુનીલ રાઠીને સુપારી આપવામાં આવી હતી કે નહીં એ હું જાણતી નથી, પરંતુ મનોજ સિંહા, અલકા કૃષ્ણાનંદ રાય અને ધનંજય સિંહ જેવા કેટલાક અગ્રણી નેતાઓએ સરકારી તંત્ર સાથે સાઠગાંઠ કરીને મારા પતિનું કાસળ કાઢ્યું છે. મુન્ના બજરંગી રાજકારણમાં આગળ વધે એવું એ લોકો ઇચ્છતા નહોતા.’

પોલીસે જણાવ્યા પ્રમાણે સોમવારે સવારે છ વાગ્યે બાગપત જેલમાં ઝઘડા દરમ્યાન સુનીલ રાઠીએ મુન્ના બજરંગીને ગોળી મારીને ખતમ કર્યો હતો.

સ્વર્ગસ્થ વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાયની વિધવા અલકા રાયે મુન્ના બજરંગીની હત્યાની ઘટના બાબતે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેને કોઈના નિસાસા-બદદુઆ લાગ્યાં હશે!

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK