છેલ્લે મુંબઈવાસીઓને મળ્યો હતો વાજપેયીને સાંભળવાનો મોકો

વાજપેયીજીએ છેલ્લી જાહેર સભા ૨૦૦૫માં શિવાજી પાર્કમાં સંબોધેલી

atal 2005

 

અટલ બિહારી વાજપેયી લગભગ ૮ વર્ષથી પથારીવશ સ્થિતિમાં હતા. વડા પ્રધાનપદ છોડ્યા પછી વાજપેયીજી નવી દિલ્હીના કૃષ્ણ મેનન માર્ગસ્થિત ઘરમાં તેમનાં દત્તક પુત્રી નમિતા ભટ્ટાચાર્યની સાથે રહેતા હતા. મહાન વક્તા વાજપેયીજીએ છેલ્લે ૨૦૦૫માં જાહેર સભાને સંબોધી હતી. એ ભાજપની સ્થાપનાની રજતજયંતી નિમિત્તે મુંબઈના શિવાજી પાર્કમાં યોજાયેલી સભા હતી. ત્યાર પછી તેમણે એક પણ જાહેર સભાને સંબોધન નહોતું કર્યું. એ સૌથી ટૂંકા ભાષણમાં વાજપેયીજીએ લાલ કૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજનને

 

રામ-લક્ષ્મણની જોડી ગણાવી હતી. એ સભામાં વાજપેયીજીએ ચૂંટણીના રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. એ વખતમાં વાજપેયીજી સંસદમાં લખનઉનું પ્રતિનિધિત્વ કરતા હતા, પરંતુ તબિયત ખરાબ રહેતી હોવાથી લોકસભામાં નિયમિત જતા નહોતા.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK