વાજપેયીની શ્રદ્ધાંજલિ સભામાં સામેલ નહીં થાય મમતા બેનર્જી

વાજપેયીની શ્રદ્ધાંજલિ સભામાં સામેલ નહીં થાય મમતા બેનર્જી

mamta benergy



સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદમાં 29 ઓગસ્ટે મહાજાતિ સદનમાં યોજાનારી શ્રદ્ધાંજલિ સભામાં પ.બંગાળના સીએમ અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી સામેલ નહીં થાય. એટલે સુધી કે પક્ષનો કોઈ પ્રતિનિધિ પણ આ શોકસભામાં હાજરી નહીં આપે.

ટીએમસીના મહાસચિવ પાર્થ ચેટર્જીના નિવેદન બાદ સ્પષ્ટ થયું છે કે મમતા બેનર્જી શોકસભામાં હાજર નહીં રહે. પાર્થ ચેટર્જીના જણાવા મુજબ અટલજીના મૃત્યુના સમાચાર સાંભળ્યા બાદ મમતા બેનર્જી તમામ કાર્યક્રમ રદ કરીને દિલ્હી પહોંચ્યા હતા અને વાજપેયીજીના પરિવારજનો સાથે મુલાકાત પણ કરી હતી. એટલે સુધી કે પક્ષના પ્રતિનિધિ વાજપેયીજીના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે વાજપેયીજીની શ્રદ્ધાંજલિ સભા મામલે સૌજન્યતા દર્શાવતા પશ્ચિમ બંગાળની સરકારે મહાજાતિ સદન હોલની ફી ન લેવાનું નક્કી કર્યુ છે. જો કે ભાજપે અરજી સાથે જ ટોકનની રકમ જમા કરાવી હતી. જો કે સીએમ દ્વારા શ્રદ્ધાંજલિ સભા માટે ભાડું ન લેવાનો નિર્ણય કરાયો હોવાની વાત સામે આવ્યા બાદ ભાજપને પણ આ મામલે જાણ કરી દેવાઈ હતી.

મનાઈ રહ્યું છે કે મમતા બેનર્જી અને પૂર્વ પીએમ વાજપેયીના સંબંધો ભલે સારા રહ્યા હોય પરંતુ જો મમતા બેનર્જી આ સભામાં સામેલ થશે તો તેમની લઘુમતી વોટ બેન્ક પર અસર પડી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK