કેરળમાં પૂર બાદ વીમાકંપનીઓ સમક્ષ ૧૨૦૦ કરોડ રૂપિયાના ૧૧,૦૦૦ દાવા

પૂરગ્રસ્ત કેરળમાંથી જાહેર ક્ષેત્રની ચાર વીમાકંપનીઓ પાસે અંદાજે ૧૨૦૦ કરોડ રૂપિયાના ૧૧,૦૦૦ દાવાઓ ફાઇલ થયા છે

flood


વીમાકંપનીઓએ આ દાવાઓનો ઝડપથી નિકાલ કરવા વીમાની રકમની ચુકવણીની પ્રક્રિયા સરળ બનાવવા તેમ જ નિયમો હળવા કરવાનો નિર્ણય લીધો છે. વીમાના ક્લેમ મેળવનારી જાહેર ક્ષેત્રની વીમાકંપનીઓમાં ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ કંપની, જનરલ  ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યૉરન્સ કંપની અને ઓરિયેન્ટલ ઇન્શ્યૉરન્સ કંપનીનો સમાવેશ થાય છે.

એર્નાકુલમના બે પૂરગ્રસ્ત વિસ્તારોનું પુનર્નિર્માણ નેવી કરશે


એર્નાકુલમ જિલ્લાના બે પૂરગ્રસ્ત વિસ્તારોનું પુનર્નિર્મામ કાર્ય નેવી કરશે. નેવીમાં ઑફિસર બનવા માટે નેવીની સંપૂર્ણ તાલીમ કેરળના સધર્ન નેવલ કમાન્ડમાં લીધી હોઈ નેવીના તમામ અધિકારીઓ કેરળ સાથે અદૃશ્ય તાતણે બંધાયેલા છે.

કેરળ વિદેશથી લોન લેશે : વર્લ્ડ બૅન્ક સાથે મીટિંગ


કેરળના પૂરગ્રસ્ત વિસ્તારોના પુનર્વસન માટે કેરળ સરકાર વિદેશોમાંથી લોન લેશે અને આ માટે ટૂંક સમયમાં વર્લ્ડ બૅન્કના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. રાજ્યને આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, પણ કેન્દ્ર સરકારે વિદેશથી આવતી સહાય લેવાનો ઇનકાર કરી દીધો છે. જોકે મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને ખાસ કેસ તરીકે વિદેશી નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનો માર્ગ ખુલ્લો કરી આપવાની માગણી કરી છે. સરકાર એશિયન ડેવલપમેન્ટ બૅન્ક, વર્લ્ડ બૅન્ક અને ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ કૉર્પોરેશન પાસેથી લોન લેવાની વાટાઘાટો શરૂ કરશે. રાજ્ય સરકારને આશરે ૬૦૦૦ કરોડ રૂપિયાની લોન મળી શકે એમ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK