કેરળમાં પૂરનાં પાણી ઓસર્યા પછી લાશો મળવાની શરૂ થઈ

કેન્દ્ર સરકારે પૂરની પરિસ્થિતિને ગંભીર કુદરતી આફત જાહેર કરી, અમુક વિસ્તારોમાં ખોરાક અને દવાઓ પહોંચાડવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી

kerla floodકેરળમાં ૮ ઑગસ્ટથી અવિરત વરસતો વરસાદ ગઈ કાલે અટકતાં રાહત અને બચાવની કામગીરીમાં તેજી આવી હતી. પૂરનાં પાણી ઓસરવાનું શરૂ થતાં લાશો મળવાની પણ શરૂઆત થઈ હતી. રોગચાળો ફાટી ન નીકળે એની તકેદારી રાખવાની મસમોટી જવાબદારી સરકારના શિરે છે. અલુવાના રાહતકૅમ્પમાં ત્રણ જણાને ચિકનપૉક્સ થવાના સમાચાર મYયા છે. દરમ્યાન કેન્દ્ર સરકારે ગઈ કાલે કેરળમાં અતિવૃષ્ટિ અને પૂરની ઘટનાને ગંભીર કુદરતી આફત જાહેર કરી છે.

સૌથી વધુ તારાજી વેઠનારા થ્રિસુર અને ચેન્ગાનુર વિસ્તારોમાં પૂરનાં પાણી ઊતર્યા બાદ પાણીમાં ડૂબી ગયેલા લોકોની લાશ મળી છે.

એર્નાકુલમમાં પારુર ખાતેથી રવિવારે રાત્રે વધુ છ લાશ મળી આવતાં પૂરગ્રસ્ત કેરળમાં ૮ ઑગસ્ટથી અત્યાર સુધીમાં મરણાંક ૨૧૬ પર પહોંચ્યો છે. લગભગ ૭.૨૪ લાખ લોકોને ૫૬૪૫ રાહતછાવણીઓમાં આશ્રય આપવામાં આવ્યો છે. આર્મીના સધર્ન કમાન્ડના વડા લેફ્ટનન્ટ જનરલ ડી. આર. સોનીએ તિરુવનંતપુરમમાં યોજાયેલી એક પત્રકાર-પરિષદમાં જણાવ્યું હતું કે ‘રાહતકાર્યો હજી પણ ચાલુ છે. સરળતાથી પહોંચી ન શકાય એવા વિસ્તારોમાં ખોરાક અને દવાઓ પહોંચાડવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે.’

લેફ્ટનન્ટ જનરલ ડી. આર. સોનીએ વધુમાં ઉમેર્યું હતું કે ‘અમે રાહતકાર્યો પર જોર આપી રહ્યા છીએ. જોધપુરથી ૨૭ અને ભોપાલથી ૧૫ બોટ મગાવવામાં આવી છે. બૅન્ગલોરથી રેસ્ક્યુ ટીમ આવી રહી છે, જ્યારે પુણેથી લાઇફ-જૅકેટ્સ મગાવવામાં આવી રહ્યાં છે. આર્મી સુનિશ્ચિત કરવા માગે છે કે આવતા વર્ષના ચોમાસા પહેલાં બધું એક ઠેકાણે સુવ્યવસ્થિત હોય જેથી આવી કુદરતી આફતના સમયે વધુ તકલીફ ન પડે.’

દરમ્યાન તિરુવનંતપુરમ અને એર્નાકુલમ વચ્ચે રેલસર્વિસ શરૂ કરવામાં આવી છે તેમ જ રેલવે શોરનુર અને એર્નાકુલમ વચ્ચે પણ ટ્રાયલ-રન કરવા વિચારી રહી છે. તિરુવનંતપુરમથી ચેન્નઈ, મુંબઈ, બૅન્ગલોર અને દિલ્હીની ટ્રેનો આંશિક રીતે શરૂ થઈ છે.

machimarઆ માછીમાર ખરેખર નૅશનલ હીરો છે

કેરળમાં અતિવૃષ્ટિને કારણે ઠેર-ઠેર ઘોડાપૂર આવ્યાં છે અને પૂરના પાણીમાં ફસાયેલા લોકોને મદદ કરનારોઓના સાહસની વાતો ધીરે-ધીરે બહાર આવી રહી છે. આર્મી, નેવી અને ઍરર્ફોસના જવાનો તો રોજ સેંકડો લોકોને સલામત સ્થળે પહોંચાડી રહ્યા છે. પ્રેગ્નન્ટ મહિલા હોય કે નવજાત શિશુ હોય તેમને બચાવવા જવાનો કોઈ કસર બાકી નથી રાખતા. મલપ્પુરમમાં એક માછીમારે પૂરગ્રસ્ત મહિલાઓને મદદ કરવા બતાવેલી તત્પરતાને કારણે સોશ્યલ મીડિયા પર તે હીરો બની ગયો છે. બન્યું એવું હતું કે પૂરમાં ફસાયેલી ત્રણ મહિલાઓને રેસ્ક્યુ કરવા નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની બોટ આવી હતી, પણ ઘૂંટણસમા પાણીને કારણે આ ત્રણે મહિલાઓ માટે બોટમાં ચડવાનું મુશ્કેલ બની ગયું હતું. નાનું ટેબલ પણ હતું નહીં કે એના પર પગ મૂકીને તેઓ ચડી શકે. એટલે ત્યાં હાજર જયસ્વાલ  પીકે નામનો માછીમાર સમયને પારખી તરત જ પાણીમાં ઘૂંટણ અને બે હાથ જમીન પર રાખી બેવડ વળી ગયો હતો. બે વયસ્ક મહિલા અને બાળક સાથેની એક મહિલા આ માછીમારના પીઠ પર પગ રાખીને બોટમાં બેસી ગયાં હતાં. સોશ્યલ મીડિયા પર જયસ્વાલ કેપીને નૅશનલ હીરોની ઉપાધિ આપવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK