જમ્મુ કાશ્મીરના તંગધારમાં ભારતીય સૈન્યની કાર્યવાહી, પાક.ના બે સૈનિક ઠાર

મળતી માહિતી અનુસાર, પાકિસ્તાની સૈનિકોએ સવારે સવા સાત વાગ્યાની આસપાસ તંગધાર સેક્ટરમાં LoC નજીક ભારતીય સૈન્ની અનિલ, ચેતક અને બ્લેક રૉક ચોકી તેમજ નજીકના વસાહતી વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાની સૈન્યએ હલકા અને મધ્ય હથિયારથી હુમલો કર્યો.

ENCOUNTER


શ્રીનગર

ઉત્તર કાશ્મીરના તંગધાર (કુપવાડા) સેક્ટરમાં ભારતીય જવાનોએ પાકિસ્તાની સૈન્યના સીઝફાયર વાયોલેશનનો જડબાતોડ જવાબ આપ્યો. અને પાકિસ્તાની સૈન્યની એક ચોકીને તબાહ કરી નાખી. તંગધાર સેક્ટરમાં રહેતા લોકોને પણ સચેત રહેવા અને ખેતરમાં ન જવા સલાહ અપાઈ છે. સૈન્ય દ્વારા પાકિસ્તાનની કોઈ પણ હરકતનો જડબાતોડ જવાબ આપવા આદેશ કરાયો છે.

મળતી માહિતી અનુસાર, પાકિસ્તાની સૈનિકોએ સવારે સવા સાત વાગ્યાની આસપાસ તંગધાર સેક્ટરમાં LoC નજીક ભારતીય સૈન્ની અનિલ, ચેતક અને બ્લેક રૉક ચોકી તેમજ નજીકના વસાહતી વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાની સૈન્યએ હલકા અને મધ્ય હથિયારથી હુમલો કર્યો.

સંબંધિત સૈન્ય અધિકારીએ આપેલી માહિતી મુજબ શરૂઆતની પંદર મિનિટ સુધી ભારતીય જવાનોએ તેને ફક્ત ઉત્તેજન આપવાની કાર્યવાહી માનીને સંયમ રાખ્યો. પરંતુ પાકિસ્તાન તરફથી ગોળીબાર વધતા અને લોકોના ઘર પર ગ્રેનેડ પડ્યા બાદ ભારતીય જવાનો પણ જવાબ આપ્યો

મળતી માહિતી મુજબ 8થી 9 વાગ્યા સુધી બંને તરફથી ભારે ફાયરિંગ થયું. આ દરમિયાન પાકિસ્તાની સંતરી પોસ્ટ તોડી પડાઈ. આ પોસ્ટ તૂટ્યા બાદ પાકિસ્તાની સૈન્ય તરફથી થતો ગોળીબાર થોડો ઘટ્યો હતો.રાહતની વાત એ છ કે પાકિસ્તાની સૈન્યના ગોળીબારને પગલે ભારતીય સૈન્ય કે નાગરિકોને કોઈ નુક્સાન નથી થયું. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK