19 વખત એક્સ્ટેન્શન પણ 10 વર્ષ સુધી વેતન માત્ર 1 રૂપિયો, આ છે સર્જિકલ સ્ટ્રાઈકના હીરોના પિતા

86 વર્ષના લેફ્ટનન્ટ કર્નલ મનમોહનસિંહ કોઈ નવયુવાનથી કમ નથી. સૈન્યમાંથી નિવૃત્ત થયા બાદ પણ તેઓ સેવા આપી રહ્યા છે. 19 વાર મળી ચૂક્યુ છે એક્સ્ટેન્શન

hero


જલંધર

દેશસેવાનો જુસ્સો અને કામ પ્રત્યેનું ઝુનુન. સરકાર તરફથી 19 વખત એક્સટેન્શન. દસ વર્ષ સુધી વેતન માત્ર 1 રૂપિયો. અમે વાત કરી રહ્યા છીએ લેફ્ટનન્ટ કર્નલ (નિ) મનમોહસિંહની. જે સર્જિકલ સ્ટ્રાઈકના હીરો નોર્ધન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ લેફ્ટનન્ટ જનરલ રણબીરસિંહના પિતા છે. 86 વર્ષના મનમોહનસિંહ આજે પણ કોઈ નવયુવાનથી કમ નથી.

સૈન્યમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ 1987માં જલંધર જિલ્લાના સૈનિક કલ્યાણ અધિકારી તરીકે પસંદ થયા. લગભગ એક વર્ષના કાર્યકાળ બાદ કોઈ અન્ય અધિકારીને આ પદ સોંપવામાં આવે છે. પરંતુ મનમોહસિંહની કાર્યશૈલી અને ઉત્સાહને જોતા પંજાબ સરકારે તેમને રેકોર્ડબ્રેક 19 વખત આ પોસ્ટ પર એક્સ્ટેન્શન આપ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ પોસ્ટ પર છેલ્લા 10 વર્ષથી તેઓ માત્ર 1 રૂપિયો વેતન લઈ રહ્યા છે.

વર્ષ 2013 સુધી આ પદ સંભાળવા દરમિયાન તેઓ 26 વર્ષ દરમિયાન પ્રી રિક્રૂટમેન્ટ ટ્રેનિંગ કેડર પણ ચલાવી ચૂક્યા છે. જેમાં એડમિશન મેળવવા માટે પંજાબ તેમજ પાડોશી રાજ્યોમાંથી લાઈન લાગે છે. નિવૃત્ત થયા બાદ પણ તેઓ 55 હજાર યુવક યુવતીઓને સશસ્ત્ર સેનામાં ભરતી કરવા માટે તાલીમ આપી ચૂક્યા છે. જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી તરીકે પંજાબના યુવાનોને આર્મી, એરફોર્સ, નેવી, બીએસએફ અને પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલથી લઈને અધિકારી પદ સુધી ભરતી કરાવી ચૂક્યા છે.  

26 વર્ષથી જલંધરમાં ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ (પરેડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ)ની તૈયારી માત્ર મનમોહસિંહની દેખરેખમાં જ થાય છે. હાલ પણ તેઓ ગુરુ ગોવિંદ સિંહ સ્ટેડિયમમાં થનારા સ્વતંત્રતા દિવસ સમારોહની તૈયારીમાં લાગી ચૂક્યા છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK