હાઈકોર્ટનો સવાલ, લસણ શાકભાજી છે કે મસાલો?

રાજસ્થાનના વેપારીઓની હાઈ કોર્ટમાં પિટિશન

garlic


જુલાઈ મહિનાથી અમલમાં મૂકવામાં આવેલા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના અમલ સંદર્ભે હજી પણ વેપારીઓમાં ઘણી ગૂંચવણ થઈ રહી છે. એવા સમયે રાજસ્થાનમાં જોધપુરના કાંદા, બટાટા અને લસણ વિક્રેતા સંઘ દ્વારા લસણ પરના ટૅક્સ સંદર્ભે હાઈ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. વેપારીઓએ ઉઠાવેલા મુદ્દાને પગલે હાઈ કોર્ટે રાજસ્થાન સરકારને લસણને શાકભાજી ગણવી કે મસાલો એનો જવાબ એક સપ્તાહની અંદર આપવા કહ્યું છે.

હકીકતમાં રાજસ્થાન સરકારે ૨૦૧૬માં નવો કાયદો બનાવ્યો હતો અને એ અંતર્ગત લસણને અનાજબજારમાં વેચવા કહ્યું હતું. આ પહેલાં લસણને શાકભાજીબજારમાં વેચવામાં આવતું હતું.

હાઈ કોર્ટ દ્વારા કરાયેલા સવાલ પાછળનું મુખ્ય કારણ એ છે કે જો લસણને શાકભાજી ગણવામાં આવે તો ખેડૂત એને શાકમાર્કેટમાં કોઈ ટૅક્સ વિના વેચી શકે છે. જો મસાલો ગણીને અનાજ માર્કેટમાં વેચવામાં આવે તો એના પર GST લાગુ પડશે.

અરજીમાં જણાવાયું છે કે ‘સરકારે લસણને અનાજ અને શાક એમ બન્ને યાદીમાં મૂક્યું છે. શાક તરીકે વેચવામાં આવે તો લસણ પર GST લાગુ નહીં પડે, પરંતુ મસાલા તરીકે ગણવામાં આવશે તો GST લાગુ પડી શકે છે. આવામાં તેમણે કઈ શ્રેણી હેઠળ લસણનું વેચાણ કરવું એ પ્રશ્ન ઊભો થયો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy