શશી થરૂર મુશ્કેલીમાં : પત્ની સુનંદાને આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ

પત્ની પર ક્રૂરતા આચરવાની કલમ લગાડવામાં આવી

shahi

કૉન્ગ્રેસી નેતા શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મૃત્યુના મામલે દિલ્હી પોલીસે ગઈ કાલે પટિયાલા હાઉસ કોર્ટમાં IPCની સેક્શન ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરવી) અને ૪૯૮-ખ્ (ઘરેલુ હિંસા કે પત્ની સાથે ક્રૂરતા આચરવી) હેઠળ ૩૦૦૦ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી હતી. એમાં મર્ડરની કોઈ કલમ ઉમેરવામાં આવી નથી, પણ શશી થરૂર પર સુનંદા પુષ્કરને આપઘાત માટે ઉશ્કેરવાનો આારોપ મૂકવામાં આવ્યો છે.

પોલીસે ચાર્જશીટમાં કહ્યું છે કે ઘરેલુ હિંસાને કારણે સુનંદા પુષ્કરે આત્મહત્યા કરવી પડી હતી. શશી થરૂર આ કેસના એકમાત્ર આરોપી છે અને પોલીસે કોર્ટને શશી થરૂર વિરુદ્ધ સમન્સ ઇશ્યુ કરવાની માગણી કરી છે. આ કેસની આગલી સુનાવણી ૨૪ મેએ નક્કી કરવામાં આવી છે.

૨૦૧૪ની ૧૭ જાન્યુઆરીએ ચાણક્યપુરીસ્થિત ફાઇવસ્ટાર હોટેલ લીલા પૅલેસમાં સંદિગ્ઘ હાલતમાં સુનંદાનું મૃત્યુ થયું હતું. પહેલાં એને આત્મહત્યા ગણાવવામાં આવ્યું હતું, પણ એક વર્ષ બાદ વિસરા રિપોર્ટ મળ્યા બાદ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. કેસની તપાસ માટે લ્ત્વ્નું ગઠન કરવામાં આવ્યું હતું. ઘટનાને સવાચાર વર્ષ વીત્યાં હોવા છતાં હજી ન તો કેસનો નિકાલ આવ્યો છે કે ન કોઈની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસનો આશય શંકા ઊપજાવે છે : શશી થરૂર

આ ચાર્જશીટ બાદ શશી થરૂરે બે ટ્વીટ કરીને આ કેસમાં પોતાની રજૂઆત કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે ‘જેઓ સુનંદાને જાણે છે તેમને ખબર છે કે માત્ર મારા ઉશ્કેરવા પર સુનંદા આત્મહત્યા કરી શકે નહીં. સવાચાર વર્ષ બાદ દિલ્હી પોલીસ જે નિષ્કર્ષ પર પહોંચી છે એ એના આશય કે ઉદ્દેશ પર શંકા ઊપજાવે એવું છે. ૧૭ ઑક્ટોબરે દિલ્હી હાઈ ર્કોટે લૉ ઑફિસરને નિવેદન આપ્યું કે આ કેસમાં તેમને કોઈની વિરુદ્ધ કોઈ સાક્ષી મળ્યા નથી અને હવે છ મહિના બાદ તે કહે છે કે મેં સુનંદાને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK