ભુજ જતી સયાજીનગરી ટ્રેનમાંથી આર્મીના જવાનની AK-૪૭ રાઇફલ ગુમ, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

કચ્છની હદમાં સામખિયાળીથી ગાંધીધામ વચ્ચે ચોરી થઈ હોવાનું પોલીસ માને છે

army

ઉત્સવ વૈદ્ય

સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી ભુજ મુસાફરી કરી રહેલા આર્મીના જવાનની AK-૪૭ રાઇફલ સહિતની બૅગ ચોરાઈ જતાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ  છે.

ચોરીના બનાવ વિશે જવાને ગાંધીધામ રેલવે પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. ભુજ આર્મી-કૅમ્પમાં પંજાબ યુનિટ-૩માં ફરજ બજાવતો લાન્સ નાયક રણજિતસિંહ સુખવિન્દરસિંહ એક સ્પર્ધામાં ભાગ લેવા અમદાવાદ ગયો હતો. બુધવારે રાત્રે ભુજ પરત આવવા તે સયાજીનગરી એક્સપ્રેસના S-૯ કોચમાં બેઠો હતો. રાત્રે ચારેક વાગ્યા સુધી તે જાગતો હતો, બાદમાં ઝોકું આવતાં તે સૂઈ ગયો હતો.

આ દરમ્યાન કોઈ અજાણ્યો તસ્કર તેની પાસે રહેલી બૅગ ઉઠાવી રફુચક્કર થઈ ગયો હતો. સવારે સવાછ વાગ્યે આંખ ઊઘડતાં તેને બૅગ ચોરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. બૅગમાં ૪૦ હજાર રૂપિયાની કિંમતની AK-૪૭ રાઇફલ ઉપરાંત બે મોબાઇલ ફોન, બે યુનિફૉર્મ અને સાદાં કપડાં, ATM તેમ જ ક્રેડિટ કાર્ડ વગેરે મળી કુલ ૫૪ હજારની માલમતા હોવાનું રણજિતસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું.

ગાંધીધામ રેલવે-પોલીસના જણાવ્યા અનુસાર પરોઢના ચાર વાગ્યાની આસપાસ સયાજીનગરી ટ્રેન કચ્છની સરહદમાં પ્રવેશતી હોય છે. આ બનાવ સામખિયાળીથી લઈ ગાંધીધામ વચ્ચેના વિસ્તારમાં બન્યો હોવાની શક્યતા છે. સદ્ભાગ્યે રાઇફલમાં કોઈ કારતૂસ નહોતી. બનાવ વિશે રેલવે-પોલીસે તમામ રેલવે-સ્ટેશનનાં પોલીસમથક ઉપરાંત પૂર્વ કચ્છ સ્પેશ્યલ ઑપરેશન ગ્રુપ અને સ્થાનિક ગુનાશોધક શાખાને પણ જાણ કરવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK