ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ : અરુણ જેટલી

સિક્કિમ સેક્ટરની નજીક ડોકલામ વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ડિફેન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ ગઈ કાલે લોકસભામાં કહ્યું હતું કે ‘ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણપણે તૈયાર છે.

arun jaitley

ડોકલામમાં સંઘર્ષ વચ્ચે ચીન દ્વારા તિબેટમાં સૈનિકોની ગતિવિધિઓનો રિપોર્ટ અને પાકિસ્તાનના એક સૈનિક અધિકારી દ્વારા પોતાના રક્ષાઉદ્યોગને ભારત કરતાં સારો ગણાવવાના લઈને પૂછવામાં આવેલા સવાલના જવાબમાં અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. વળી દેશની સેના પાસે જરૂરી તમામ સાધનો છે અને એને લઈને કોઈ પણ પ્રકારની શંકા ન થવી જોઈએ.’

ડોકલામ વિસ્તારમાં ચીનની સેના દ્વારા રોડના નિર્માણ સામે ભારતે વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય સેનાએ એ વિસ્તારમાં ચીનની સેનાના નિર્માણકાર્યને અટકાવી દીધું હતું. ૧૬ જૂને થયેલી આ ઘટના બાદ બન્ને દેશો વચ્ચે તનાવભર્યો માહોલ છે. ચીન ભારતને ડોકલામમાંથી પોતાની સેનાને હટાવી લેવાની માગણી કરી રહ્યું છે. બીજિંગનું કહેવું છે કે સેના હટ્યા બાદ જ બન્ને પક્ષો વચ્ચે કોઈ વાતચીત થશે. ડોકલામમાં રોડ બનાવવા સામે ભુતાને પણ વિરોધ કર્યો છે. ભુતાને આ વિસ્તારને પોતાનો ગણાવીને ચીન પર યથાસ્થિતિ જાળવી રાખવાના વચનના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. ચીન અને ભારત વચ્ચે કુલ ૩૪૮૮ કિલોમીટર લાંબી સરહદ છે, જેમાંની અંદાજે ૨૨૦ કિલોમીટર લાંબી સરહદ સિક્કિમમાંથી પસાર થાય છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy