અમેરિકા નાટોના દેશોને આપે છે એવી ડિફેન્સ ટેક્નૉલૉજી ભારતને પણ આપશે

બંને દેશ વચ્ચે થયેલી ૨+૨ વાતચીતમાં પાકિસ્તાન દ્વારા પોષવામાં આવતા આતંકવાદની પણ ચર્ચા કરવામાં આવી

US IND


ભારત અને અમેરિકા વચ્ચે ગઈ કાલે નવી દિલ્હીમાં થયેલી ઐતિહાસિક ૨+૨ વાતચીતમાં પાકિસ્તાન દ્વારા પોષવામાં આવતા આતંકવાદ, પરસ્પર સુરક્ષા અને વેપાર સહિત તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતના વિદેશ અને અમેરિકાના સંરક્ષણપ્રધાનોએ સંયુક્તપણે નિવેદન જાહેર કરી આ વાતચીતને રચનાત્મક દર્શાવી હતી.

લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓને ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં મૂકવાના અમેરિકાના નિર્ણયનું ભારતનાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજે સ્વાગત કર્યું હતું. આ વાતચીત દરમ્યાન બન્ને દેશો વચ્ચે મહkવના સુરક્ષા કરાર COMCASA પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર કરવામાં આવ્યા બાદ અમેરિકા સંવેદનશીલ ડિફેન્સ ટેક્નિક્સ ભારતને વેચી શકશે. અમેરિકા જેને આ સુરક્ષા વેચશે એવો ભારત પ્રથમ બિન-નાટો દેશ છે.

આ ઉપરાંત ભારતને હવે અમેરિકા પાસેથી મિલિટરી ગ્રેડની સામગ્રી મળશે અને રિયલ ટાઇમ એન્ક્રિપ્ટેડ મેસેજિસ પણ મળશે. આ ઉપરાંત મંત્રણામાં એચ 1 બી વીઝાની પણ ચર્ચા થઈ હતી.

અમેરિકી પ્રધાનો સામે આતંકવાદના મુદ્દે સુષમા સ્વરાજે પાકિસ્તાનનો ઊધડો લેતાં અમેરિકા દ્વારા લશ્કર-એ-તય્યબાના આતંકવાદીઓને ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં મૂકવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. વાતચીતમાં સીમાપારના આતંકવાદના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘૨૬/૧૧ના હુમલાના દસમા વર્ષે અમને હુમલાના ગુનેગારોને સજા આપવા માટે સહયોગ આપવા અમેરિકા તૈયાર થયું છે. અમેરિકાનો આ નિર્ણય સ્વાગતને યોગ્ય છે.’

અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિઓએ COMCASA કરારને મહત્વાના ગણાવ્યા હતા. સુષમા સ્વરાજે ૨+૨ વાતચીતની અગત્યતા વર્ણવતાં કહ્યું હતું કે ‘અમેરિકાના વિદેશપ્રધાન અને સંરક્ષણપ્રધાનનો આ પ્રથમ ભારત-પ્રવાસ છે. બન્ને દેશો વચ્ચે સુરક્ષા અને પરસ્પર વેપાર

સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. જૂન-૨૦૧૭માં વૉશિંગ્ટન ખાતે વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ૨+૨ વાતચીતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વાતચીતમાં અનેક સામાન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK