આસામમાં ૪૦ લાખ બંગલાદેશી બની બેઠા છે ભારતીય

અત્યારે કોઈ સામે કાર્યવાહી નહીં થાય, જેમનાં નામ આ યાદીમાં નથી તેમને નાગરિકત્વ પુરવાર કરવા સરકાર પૂરતો સમય આપશે, પરિસ્થિતિ નાજુક, પૅરામિલિટરીના ૨૨,૦૦૦ જવાનો તહેનાત

assam

આસામમાં નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC)નો બીજો અને અંતિમ ડ્રાફ્ટ ગઈ કાલે ભારે સુરક્ષા વચ્ચે જાહેર કરવામાં આવ્યો હતો. રજિસ્ટરમાં જણાવ્યા મુજબ બે કરોડ ૮૯ લાખ લોકો આસામના નાગરિક છે, જ્યારે રાજ્યમાં ૪૦ લાખ લોકોનાં નામ આ યાદીમાં નથી એટલે કે ૪૦ લાખ લોકોને ભારતીય નાગરિક માનવામાં આવ્યા નથી. હવે આ લોકોને પોતાનો દાવો રજૂ કરવાની તક આપવામાં આવશે.

૧૯૭૧ની ૨૩ માર્ચે બંગલા દેશ સ્વતંત્ર થયું હતું એટલે ૧૯૭૧ની ૨૪ માર્ચે મધરાતથી આસામમાં રહેનારા લોકોનાં નામ, સરનામાં, ફોટો અને બીજી વિગતો રજિસ્ટરમાં સામેલ છે; જ્યારે ત્યાર બાદ આવેલા લોકોના નાગરિકત્વના દાવાઓ શંકાસ્પદ મનાઈ રહ્યા છે. અરજકર્તાઓ આ યાદીમાં તેમ જ NRCની વેબસાઇટ પર પોતાનું નામ જોઈ શકે છે.

ગૃહપ્રધાન રાજનાથ સિંહે NRC જાહેરાત બાદ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘NRCની અંતિમ યાદીમાં જેમનાં નામ નથી તેમના માટે ટ્રિબ્યુનલનો માર્ગ ખુલ્લો રહેશે. જે લોકોનાં નામ આ રજિસ્ટરમાં નહીં હોય તેમના પર સરકાર દ્વારા તરત કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. NRCની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની નિગરાની હેઠળ પૂરી નિષ્પક્ષતાથી કરવામાં આવી છે. આગળ પણ આ જ પ્રકારે પ્રામાણિકતા અને નિષ્પક્ષતાથી કાર્યવાહી કરવામાં આવશે.’

NRC પ્રકાશિત થતાં જ સિલ્ચરમાં NRCની ઑફિસોની બહાર લાંબી લાઇન લાગી હતી. યોગ્ય દસ્તાવેજો રજૂ કરવા છતાં NRCમાં નામ ન આવતાં અનેક લોકો ઘણા નારાજ દેખાતા હતા.

આસામમાં ભારે સુરક્ષા-બંદોબસ્ત વચ્ચે તનાવયુક્ત શાંતિ છે. અધિકારીઓનું પહેલેથી માનવું હતું કે અંતિમ યાદીમાં મોટી સંખ્યામાં લોકોનાં નામ નહીં હોય અને એમ જ થયું. આસામમાં કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ જાળવવા અર્ધલશ્કરી દળો તહેનાત કરવામાં આવ્યાં છે. ગૃહમંત્રાલયે જણાવ્યા મુજબ આસામ અને આસપાસનાં રાજ્યોમાં લગભગ ૨૨,૦૦૦ અર્ધલશ્કરી દળનાં જવાનો તહેનાત કરવામાં આવ્યાં હતાં.

માત્ર આસામમાં સિટિઝનશિપ રજિસ્ટર છે

NRCનો પહેલો ડ્રાફ્ટ રજિસ્ટ્રાર જનરલ ઑફ ઇન્ડિયાએ ૨૦૧૮ની ૧ જાન્યુઆરીએ પ્રકાશિત કર્યો હતો. એ સમયે ૧.૯૦ કરોડ લોકોનાં નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. ગઈ કાલે બીજો અને અંતિમ ડ્રાફ્ટ જાહેર કરવામાં આવતાં આસામના તમામ ૩.૨૯ કરોડ અરજકર્તાઓના ભાગ્યનો નિર્ણય લેવાયો છે.

આસામ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આ પ્રકારે સિટિઝનશિપ રજિસ્ટરની વ્યવસ્થા છે. આ જ પ્રકારનું પહેલું રજિસ્ટ્રેશન ૧૯૫૧માં કરવામાં આવ્યું હતું. NRCના મુદ્દે આસામના અનેક વિસ્તારોમાં ચિંતા પ્રવર્તી રહી છે. એવી પણ ફરિયાદ કરવામાં આવી રહી છે કે બંગાળી ભાષા અને ખાસ ધર્મ સાથે જોડાયેલા લોકોના કેસમાં ગરબડ કરવામાં આવી રહી છે.

NRCના સફળ પ્રકાશન માટે રાજ્યની જનતાને હું અભિનંદન આપું છું. આજનો દિવસ તેમના માટે એક યાદગાર ઐતિહાસિક દિવસ ગણાશે.

- આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK