કેરળ માટે કેન્દ્ર સરકાર કોઈ વિદેશી સહાય નહીં સ્વીકારે

કુદરતી આફતને પહોંચી વળવા દેશ સક્ષમ હોવાની રજૂઆત

KERALAશ્ખ્ચ્ની સરકારની ૭૦૦ કરોડ રૂપિયાની ઉદાર સહાય સ્વીકારવાનો કેન્દ્ર સરકાર ઇનકાર કરવાની હોવાની ચર્ચાઓ શરૂ થયા પછી કેરળમાં કેન્દ્ર સરકારવિરોધી ઊહાપોહ શરૂ થયો છે. કેરળના રાજકારણીઓ અને સ્થાનિક સૂત્રો એવો સવાલ પૂછે છે કે સમગ્ર રાજ્યને બેઠું કરવાનો ખર્ચ કોણ કરશે? 

કેન્દ્ર સરકાર કેરળમાં પૂરગ્રસ્તોને રાહત માટે વિદેશી સહાય સ્વીકારે એવી શક્યતા ન હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. થાઇલૅન્ડના ભારત ખાતેના રાજદૂતે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર કેન્દ્ર સરકારે એવો નિર્ણય લીધો હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું.

કેરળ રાજ્યે અંદાજિત ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાન સામે કેન્દ્ર સરકાર પાસે ૨૬૦૦ કરોડ રૂપિયાના સ્પેશ્યલ પૅકેજની માગણી કરી છે ત્યારે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં ફક્ત ૬૦૦ કરોડ રૂપિયાની સહાય મોકલી છે. કેન્દ્ર સરકાર વિદેશી સહાય નહીં સ્વીકારે તો આટલા મોટા પ્રમાણમાં નુકસાનને કેવી રીતે પહોંચી વળશે એવો સવાલ ગઈ કાલે કેરળના મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયને ઉપસ્થિત કર્યો હતો. વિજયને જણાવ્યું હતું કે ‘યુએઈને અન્ય કોઈ દેશ ગણવો વાજબી નથી, કારણ કે કેરળના લોકો માટે મધ્યપૂર્વનું એ રાષ્ટ્ર તેમનો બીજો દેશ છે.’

 આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્ણરૂપે ભારતના પ્રયાસો પર આધાર રાખીને કેરળનું પુનર્વસન પાર પાડવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે, કારણકે કેન્દ્ર સરકારને એવું લાગે છે કે આ કુદરતી આફતને પહોંચી વળવાની ભારત સરકારમાં ક્ષમતા છે. જોકે આખરી નિર્ણય વિદેશ મંત્રાલય લેશે. જોકે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે એમને કોઈ ઑફર કે પ્રપોઝલ મળી નથી. ભારત સરકારે ૨૦૦૭થી કોઈ પણ દેશ કે મલ્ટિનૅશનલ ઑર્ગેનાઇઝેશનની કોઈ પણ પ્રકારની સહાય સ્વીકારી નથી. હવે પૉલિસી બદલાવાની શક્યતા નથી. ઉત્તરાખંડ અને કાશ્મીરમાં પૂર આવ્યાં ત્યારે પણ કેન્દ્ર સરકારે વિદેશી સહાયની ઑફર્સ નકારી હતી. કેટલીક રાજ્ય સરકારોએ પણ કેરળને નાણાકીય તથા અન્ય પ્રકારની સહાય મોકલી છે.


પોતાના ઘરની દુર્દશા જોઈને કરી આત્મહત્યા

કેરળમાં અતિવૃષ્ટિ અને પૂરને કારણે પોતાના ઘરને થયેલા નુકસાનને પગલે ૬૮ વર્ષની વયની એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. ગયા સપ્તાહે તેમના ઘરમાં પાણી ભરાયા બાદ તેમણે પરિવાર સાથે રાહતકૅમ્પમાં આશ્રય લીધો હતો. મંગળવારે ઘરની સફાઈ કરવા જવાનું જણાવી તે રાહતકૅમ્પમાંથી પોતાના ઘરે ગયા હતા, જ્યાં પોતાના ઘરની દુર્દશા જોઈને તેમણે આત્મહત્યા કરી હતી. પોલીસને ઘરમાં તેમનો મૃતદેહ લટકતો મળી આવ્યો હતો. આ પહેલાં એક સ્ટુડન્ટે તેનાં તમામ શૈક્ષણિક સર્ટિફિકેટ્સ નાશ પામતાં આપઘાત કર્યો હતો.  

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK