વડા પ્રધાન મોદીનું ૧૫ ઑગસ્ટનું ભાષણ તૈયાર કરવાની કવાયત શરૂ

ગૃહપ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં પ્રધાનોની એક ટીમ પ્રવચન માટે કન્ટેન્ટ ભેગું કરશે

modi

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ ઑગસ્ટે એટલે કે સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરશે. આ પ્રસંગે વડા પ્રધાનનું ભાષણ તૈયાર કરવા વિવિધ પ્રધાનોની ટીમ ઍક્શનમાં આવી ગઈ છે. ગૃહપ્રધાન રાજનાથ સિંહના નેતૃત્વમાં પ્રધાનોની એક ટીમ અનૌપચારિક રીતે ભાષણ માટે કન્ટેન્ટ એકઠું કરવાના કામમાં લાગી ગઈ છે. વડા પ્રધાનનું ભાષણ વિશેષત: ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગ્થ્ભ્એ પૂરી તૈયારી કરી લીધી છે, જેની ઝલક ૧૫ ઑગસ્ટના ભાષણમાં પણ જોઈ શકાશે. હકીકતમાં વડા પ્રધાન ઇચ્છે છે કે આ દિવસનું ભાષણ અધિકારીઓએ તૈયાર કરેલી આંકડાકીય માહિતીવાળું કંટાળાજનક ભાષણ ન બની રહે અને એમાં રાજકીય બાબતો પણ વણાયેલી હોવી જોઈએ.

વડા પ્રધાનના ભાષણની તૈયારી કરનારા પ્રધાનોમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, માર્ગ અને પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરી અને કાર્યકારી નાણાપ્રધાન પીયૂષ ગોયલનો સમાવેશ છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ભાષણ માટેની માહિતી એકઠી કરવાની કામગીરી ચર્ચાના આધારે કરવામાં આવશે. સામાન્યપણે આ કામ કૅબિનેટ સ્તરના સચિવ દ્વારા કરવામાં આવતી હોય છે.

સ્વતંત્રતા દિનના ભાષણ દ્વારા વડા પ્રધાન પોતાની સરકારની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપવા ઉપરાંત ભાવિ યોજનાઓનો પણ ઉલ્લેખ કરતા હોવાથી આ ભાષણ પર ઘણું ધ્યાન આપવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને કરેલા સંબોધનમાં જ સ્વચ્છ ભારત મિશન, ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. વડા પ્રધાનના ભાષણ માટે અન્ય પ્રધાનોને પણ માહિતી આપીને પોતાનું યોગદાન આપવા જણાવવામાં આવ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK