અમૃતસર દુર્ઘટના: તપાસમાં પોલીસ અને રેલવે દોષી, સિદ્ધુની પત્નીને ક્લીનચિટ

પંજાબના ગૃહવિભાગે અમૃતસર રેલ અકસ્માત સાથે સંબંધિત જલંધર ડિવિઝનલ કમિશ્નર બી. પુરુષાર્થાનો રિપોર્ટ મુખ્યમંત્રી અમરિંદર સિંહને સોંપી દીધો છે. રિપોર્ટમાં રેલવે અને પોલીસ સહિત અન્ય ઘણા લોકોને અકસ્માત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુની પત્ની ડૉ. નવજોતકૌર સિદ્ધુને ક્લીનચિટ આપવામાં આવી છે. તે દશેરા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતી. 

Amritsar Rail Accident

દશેરાના તહેવાર પર થયેલી આ રેલ દુર્ઘટનામાં 62 લોકોનાં મોત થયાં હતાં. (ફાઇલ)


દશેરા કાર્યક્રમના આયોજક મિઠ્ઠુ મદાન સહિત જિલ્લા પોલીસ એડમિનિસ્ટ્રેશન, નગર નિગમ, રેલવે ફાટક ઇન્ચાર્જ વગેરેને દોષી ઠેરવીને તપાસ અધિકારીએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે. રિપોર્ટ હાલ અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે દશેરાના તહેવાર પર થયેલા આ અકસ્માતમાં 62 લોકોનાં મોત થયાં હતાં. 


કોની શું ભૂલ? 


1. પોલીસ: અમૃતસરમાં કમિશ્નરેટ સિસ્ટમ છે, એટલે ત્યાં કોઈપણ આયોજન કરવા માટે પોલીસ પાસેથી મંજૂરી લેવી પડે છે, પરંતુ કોઈપણ અધિકારીએ મંજૂરી આપતા પહેલા આયોજન સ્થળ પર જઈને એ જોવાનો પ્રયત્ન ન કર્યો કે વધારે ભીડ થાય ત્યારે સુરક્ષા માટે કેટલા લોકોને ક્યાં-ક્યાં લગાવવાના છે. 


2. રેલવે: ફાટક કર્મચારી જાણતો હતો કે રેલવે લાઇન પર સેંકડોની સંખ્યામાં લોકો ઊભા છે. ગાડીને ધીમી ગતિએ પસાર થવા માટે તેણે કોઈ સિગ્નલ ન આપ્યું, જ્યારે તેની પહેલા નીકળેલી ગાડી ઘણી ધીમી ગતિએ પસાર થઈ હતી. રહેણાંક વિસ્તારમાંથી ગાડીએ ધીમી ગતિએ પસાર થવાનું હતું.  


આ પણ વાંચો: CBI વિવાદ: વર્માને રજા પર મોકલતા પહેલા કમિટીની સલાહ કેમ ન લીધી?- CJI


3. નગર નિગમ: નિગમ એડમિનિસ્ટ્રેશને મંજૂરી આપતા પહેલા આયોજનસ્થળની મુલાકાત કરી ન હતી. 


4. આયોજક: પોતાની જવાબદારી યોગ્ય રીતે ન નિભાવી. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK