રદ કરન્સી પ્લેનોમાં વિદેશ પગ કરી ગઈ હતી?

EDએ શરૂ કરી તપાસ, દિલ્હીના એક પત્રકારની ધરપકડ બાદ બહાર આવી કાર્યપદ્ધતિ

plane

હવાઈ પ્રવાસ ઍરક્રાફ્ટ્સના વ્યવહારની સલામતી સામે પ્રશ્નો ઊભા કરતી તપાસ EDએ શરૂ કરી છે. અનેક ટ્રકો ભરાય એટલા પ્રમાણમાં રોકડ રકમ દેશના આંતરિક ભાગોમાં અને વિદેશોમાં રવાનગી માટે ચાર્ટર્ડ પ્લેન્સનો ઉપયોગ કરવાની શક્યતાના અનુસંધાનમાં તપાસ કરવામાં આવે છે. એ તપાસમાં અનેક ગવર્નમેન્ટ એજન્સીઓ સંકળાયેલી છે.

દેશની બહાર અને અંદર રોકડના ઢગલાની હેરફેર કરવા ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ એની તપાસ EDએ શરૂ કરી છે. જો એમ થયું હોય તો દેશમાં પ્લેનની સર્વિસની સલામતી પર પણ અસર પડી શકે છે. નવેમ્બર-૨૦૧૬માં નોટબંધીની જાહેરાત થઈ એ પછી આ ચાર્ટર્ડ પ્લેનોની શંકાસ્પદ હિલચાલો તપાસવામાં આવી રહી છે.

NDTVના એક એક્સક્લુઝિવ રિપોર્ટ પ્રમાણે આ તપાસ અત્યારે શરૂઆતના તબક્કામાં છે, પરંતુ કેટલાક કિસ્સામાં VIPના વપરાશનાં ચાર્ટર્ડ પ્લેન્સમાં રોકડ રકમોના જથ્થા છુપાવવા માટે ખાસ ભંડકિયાં બનાવવામાં આવ્યાં હતાં. તપાસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે એ પ્રકારનાં ચાર્ટર્ડ પ્લેન્સના માલિકો કે તેમના VIP ક્લાયન્ટ્સ વિશે કોઈ પુરાવા સહિતની માહિતી મળી નથી.

ગયા મે મહિનામાં CBIએ દિલ્હીના પત્રકાર અને બિઝનેસમૅન ઉપેન્દ્ર રાયની ખોટી ઓળખ આપીને બ્યુરો ઑફ સિવિલ એવિયેશન પાસે ઍરોડ્રોમ એન્ટ્રી-પાસ મેળવવા બદલ ધરપકડ કરી ત્યારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એ પાસ વડે ઉપેન્દ્ર રાયને દેશનાં તમામ એરપોર્ટ્સમાં પ્રવેશની છૂટ મળી હતી. CBIએ ઉપેન્દ્ર રાય, પ્રાઇવેટ પ્લેન ઑપરેટર કંપની Air Oneના અધિકારીઓ અને ઍરપોર્ટના કેટલાક અધિકારીઓની ધરપકડ કરી હતી; પરંતુ CBIએ તમામ ઍરપોર્ટ્સ પર પ્રવેશ માટેનો ઑલ ઍક્સેસ પાસ મેળવવા પાછળના ઉદ્દેશોની સ્પષ્ટતા કરી નહોતી.

સાઉથ દિલ્હીના વૈભવી વિસ્તારો ગ્રેટર કૈલાસ અને કનૉટ પ્લેસ ખાતેના ભવ્ય ફ્લૅટ્સ સહિત ૨૬ કરોડ રૂપિયાની ઉપેન્દ્ર રાયની મિલકતો જપ્ત કરવામાં આવી હોવાનું ગયા અઠવાડિયે EDએ જણાવ્યું હતું. ઉપેન્દ્ર રાયે નિષ્ક્રિય-બનાવટી કંપનીઓના માધ્યમથી કંપનીઓ અને ચૅનલ-ફન્ડ્સ ખેંચી લીધાં હોવાનું પણ EDએ જણાવ્યું હતું.

તપાસ-અધિકારીઓને એવી શંકા હોવાનું કહેવાય છે કે ઉપેન્દ્ર રાય ઍરક્રાફ્ટ્સમાં કોઈને ખ્યાલ ન આવે કે શંકા ન જાય એવાં ભંડકિયાં રોકડ નાણાં ભરવા-છુપાવવા માટે બનાવવા એવિયેશન એન્જિનિયરની મદદ લેતો હતો. એ રીતે ઉપેન્દ્ર રાય દ્વારા પ્લેનમાં પ્રવાસ કરતા તેના માલિકો કે ક્લાયન્ટ્સને અંદાજ પણ ન આવે એ રીતે નાણાં છુપાવવાની ગોઠવણ કરવામાં આવતી હતી. VIP જે પ્લેન ભાડે રાખે એનાં સિક્યૉરિટી-ચેક્સ ઓછાં હોવાથી એ પ્રકારનાં ચાર્ટર્ડ પ્લેન્સનો ઉપયોગ કરવામાં આવતો હતો.

તપાસ-અધિકારીઓ ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં ડીમૉનેટાઇઝેશન પછીની શંકાસ્પદ હિલચાલોની પણ તપાસ કરી રહ્યા છે. ડીમૉનેટાઇઝેશનની જાહેરાત પછી થોડા વખતમાં દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડને વિદેશી એજન્સી તરફથી દિલ્હીમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ સાથે પકડાયેલા ઇન્ટરનૅશનલ રજિસ્ટ્રેશન ધરાવતા પ્લેન વિશે કેટલીક વખત તરફથી પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ ઍરપોર્ટના અધિકારીઓએ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

આ પ્રકારની વિગતો મળતાં હરિયાણાના હિસ્સાર જેવાં નાની ઍરસ્ટ્રિપ્સ ધરાવતાં ઍરપોર્ટ્સ પર પ્લેન્સમાં રોકડ રકમ ભરવાની કે રકમો એક પ્લેનમાંથી બીજા પ્લેનમાં ફેરવવાની કામગીરી પાર પાડવામાં આવતી હોવાની શંકા સેવવામાં આવે છે. દેશભરમાં ૪૦૦ ઍરસ્ટ્રિપ્સ છે અને એમાંથી ફક્ત ૧૦૦ ઍરસ્ટ્રિપ્સનો કમર્શિયલ વપરાશ થાય છે. અમુક ચાર્ટર્ડ પ્લેન દુબઈ પણ ગયાં હતાં. ત્યાં જ્યાં સિક્યૉરિટી-ચેક્સ ઓછાં હોય એવાં નાનાં ઍરપોર્ટ પર ઊતર્યાં હતાં.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK