કર્ણાટકમાં પાંચમાંથી ચાર બેઠક જીતીને કૉંગ્રેસ-JDS ગઠબંધને ભાજપની દિવાળી બગાડી

પેટાચૂંટણીમાં લોકસભાની ત્રણમાંથી બે અને વિધાનસભાની બન્ને બેઠક જીતી : ૧૪ વર્ષથી ભાજપ ગઢ રહેલા બલ્લારીમાં પણ વિજય

kumarswamiકર્ણાટકમાં ત્રીજી નવેમ્બરે યોજાયેલી લોકસભાની ત્રણ અને વિધાનસભાની બે બેઠકોની પેટાચૂંટણીમાં ચાર બેઠકો કૉંગ્રેસ-JDSગઠબંધને જીતીને ભાજપને જબરદસ્ત પછડાટ આપી છે. આ ચૂંટણીમાં બલ્લારી લોકસભા મતક્ષેત્ર પર ૧૪ વર્ષથી ભાજપના અવિરત વર્ચસ્વનો અંત આવ્યો છે. મોટી સરસાઈથી વિજયને કારણે રાજ્યમાં છ મહિનાથી હાલકડોલક સ્થિતિ અનુભવતા ગઠબંધનમાં ઉત્સાહનો સંચાર થયો છે. શરૂઆતમાં મહિનાઓમાં આ ગઠબંધન સરકાર કેટલું ટકશે એ વિશે અટકળો ચાલતી હતી.

JDSના નેતા અને કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીના નેતૃત્વ હેઠળના ગઠબંધને લોકસભાની બલ્લારી અને માંડ્યા બેઠકો અને વિધાનસભાની રામનગરા અને જામખંડી બેઠકો જીતી હતી. બૅન્ગલોર પાસેની રામનગરા બેઠક પરથી કુમારસ્વામીનાં પત્ની અનીતાનો વિજય થયો હતો. ગ્થ્ભ્ને આશ્વાસનરૂપે ફક્ત શિવમોગાની બેઠક મળી હતી. અગાઉ લોકસભાની શિવમોગા અને બલ્લારીની બેઠકો ગ્થ્ભ્હસ્તક હતી અને માંડ્યાની બેઠક પર JDSનું વર્ચસ્વ હતું. આ વખતે રામનગરની બેઠક JDSને ફાળે ગઈ છે અને જામખંડીની બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ છે. આ વખતે ખનિજસંપત્તિ માટે જાણીતા બલ્લારીમાં ગ્થ્ભ્નો શરમજનક પરાજય થયો હતો.

ભાજપના વિવાદાસ્પદ રેડ્ડી બ્રધર્સે ૨૦૦૪થી બલ્લારીની બેઠક પર વર્ચસ્વ જાળવ્યું હતું. જનતાના મિજાજનો માપદંડ ગણાતી પેટાચૂંટણીમાં વિજયથી ઉત્સાહમાં આવેલા મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને કૉંગ્રેસના કર્ણાટક એકમના પ્રમુખ દિનેશ ગુંડુરાવે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સાથે મળીને ગ્થ્ભ્ની સામે લડત ચલાવવાનો નર્ણિય જાહેર કર્યો હતો. કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ જણાવ્યું હતું કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં JDS-કૉંગ્રેસ ગઠબંધનનો ટાર્ગેટ ૨૮ તમામ બેઠકો જીતવાનો છે.

કુમારસ્વામીનો પત્ની સાથે વિધાનસભામાં પ્રવેશ ઐતિહાસિક


કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અને તેમનાં પત્ની અનીતાનો રાજ્ય વિધાનસભામાં લોકપ્રતિનિધિરૂપે સહિયારો પ્રવેશ ઐતિહાસિક બનશે. રામનગરા વિધાનસભા મતવિસ્તારમાંથી ગ્થ્ભ્ના ઉમેદવાર એલ. ચંદ્રશેખરને ૧.૯૦ લાખ મતોની સરસાઈથી હરાવીને કુમારસ્વામીનાં પત્ની અને JDSનાં ઉમેદવાર અનીતાએ વિક્રમરૂપ વિજય મેળવ્યો હતો. મે મહિનામાં કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એચ. ડી. કુમારસ્વામીએ રામનગરા અને ચેન્નાપટના એમ બે બેઠકો પરથી ઉમેદવારી કરી હતી, પરંતુ પરિણામો આવ્યા બાદ કુમારસ્વામીએ રામનગરા બેઠક પરથી રાજીનામું આપતાં એ બેઠક ખાલી પડી હતી.


આ પણ વાંચોઃ મારા પરિવારમાં બધા મારી પત્ની ઐશ્વર્યાની તરફેણ કરી રહ્યા છેઃતેજપ્રતાપ યાદવ


કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અનીતાના હરીફ એલ. ચંદ્રશેખર થોડા જ દિવસમાં ઉમેદવારી પાછી ખેંચીને કૉંગ્રેસમાં પાછા ગયા હતા, પરંતુ ટેક્નિકલી ભાજપના ઉમેદવાર રહ્યા હતા. JDSના વિધાનસભ્ય કે. ગોપાલૈયાએ જણાવ્યું હતું કે ‘કર્ણાટક વિધાનસભાના ગૃહમાં કોઈ મુખ્ય પ્રધાનનો પત્ની સાથે પ્રવેશ જવલ્લે જ બનતી ઘટના છે. રાજ્યના ઇતિહાસમાં મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની સાથે વિધાનસભ્ય રહ્યા હોય એવું ક્યારેય બન્યું નહોતું. આ દંપતી અગાઉ પણ સાથે રાજ્ય વિધાનસભાના સભ્યપદે હતું. એ વખતે કુમારસ્વામી રામનગરા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તેમનાં પત્ની અનીતા મધુગિરિ બેઠકનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. રાજ્ય વિધાનસભામાં ભાઈઓ, પિતા-પુત્રી અને પિતા-પુત્ર સાથે વિધાનસભ્ય બન્યાના દાખલા છે; પરંતુ મુખ્ય પ્રધાન અને તેમનાં પત્ની સાથે વિધાનસભ્ય બન્યાનું આ પહેલું ઉદાહરણ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK