સ્ટુડન્ટે ફેસબુક પર ટીચર અને તેની દીકરીને બળાત્કાર કરવાની ધમકી આપી

ગુડગાંવની સ્કૂલની ઘટના, બીજા એેક સ્ટુડન્ટે બીજી ટીચરને સેક્સની ઑફર કરી

rape

ગુડગાંવની સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણતા સ્ટુડન્ટે સોશ્યલ મીડિયા પર એક ટીચર અને તેની સગીર વયની દીકરીને બળાત્કાર કરવાની ધમકી આપીને એ શિક્ષણસંસ્થાના વહીવટી તંત્રને મુંઝવણમાં મૂકી દીધું છે. ચોક્કસ સ્કૂલના સ્ટુડન્ટના ગુનાહિત વર્તનનો આ એકલદોકલ કિસ્સો નથી. અગાઉ એ સ્કૂલના ટીનેજર સ્ટુડન્ટે ઈ-મેઇલ દ્વારા તેની ટીચરને સહેલગાહે લઈ જવા સાથે કૅન્ડલ-લાઇટ ડેટ અને સેક્સની ઑફર કરી હતી. બન્ને બનાવો એક જ અઠવાડિયામાં બન્યા હતા.

સ્ટુડન્ટે ફેસબુક પર લખેલી પોસ્ટની બીભત્સતા વાંચીને ટીચરના પરિવારને આઘાત લાગ્યો હતો. ટીચર તો આઘાતમાંથી બહાર આવીને સ્કૂલમાં જવા માંડ્યાં છે, પરંતુ તે ટીચરની દીકરીને માનસિક આઘાત લાગતાં તેણે પોસ્ટ વાંચ્યાના દિવસથી અત્યાર સુધી ક્લાસમાં હાજરી આપી નથી. સંબંધિત ટીચર્સની ફરિયાદોને પગલે સ્કૂલના અધિકારીઓએ ઘટનાઓની તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની ગંભીરતાની નોંધ લઈને ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ સ્કૂલને નોટિસ મોકલવા ઉપરાંત સ્ટુડન્ટ્સ અને સ્કૂલના સત્તાવાળાઓ માટે કાઉન્સેલિંગ સેશન્સ યોજવાનો નિર્ણય લીધો છે. જોકે ગુડગાંવ પોલીસે આવી ઘટનાઓની જાણકારી મળી હોવાનું સ્વીકારતાં બદતમીજીનો ભોગ બનેલી વ્યક્તિઓ તરફથી ફરિયાદ મળી ન હોવાનું જણાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK