વધી રહ્યો છે બફાટ

નારદની જેમ ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલને આખા વિશ્વની બધી જ માહિતી હોય છે : વિજય રૂપાણી

rajendra

રામ ક્ષત્રિય  અને કૃષ્ણ OBC હતા, ડૉ. આંબેડકર અને નરેન્દ્ર મોદી બ્રાહ્મણ હતા : ગુજરાતના સ્પીકર

BJPના નેતાઓનાં બફાટભર્યાં નિવેદનોની ભરમારમાં વધુ એક બફાટ ઉમેરાયો છે. ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે ગાંધીનગર ખાતે આયોજિત મેગા બ્રાહ્મિન બિઝનેસ સમિટમાં દલિતોના પૂજ્ય ડૉ. બાબાસાહેબ આંબેડકરને બ્રાહ્મણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘ડૉ. બાબાસાહેબ આંબેડકરને બ્રાહ્મણ ગણાવતાં મને કોઈ ખચકાટ નથી થતો. શિક્ષિત મનુષ્યને બ્રાહ્મણ ગણાવવામાં કંઈ ખોટું નથી અને જો એ રીતે જોઈએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ બ્રાહ્મણ જ છે.’ આટલેથી ન અટકતાં તેમણે રામને ક્ષત્રિય અને કૃષ્ણને OBC ગણાવ્યા હતા.

gupta

કઠુઆ રેપ-મર્ડર પ્રકરણ જેવી નજીવી બાબતને મહત્વ ન આપો: કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન

જમ્મુ-કાશ્મીરના નવા નાયબ મુખ્ય પ્રધાન કવિંદર ગુપ્તાએ ગઈ કાલે શપથવિધિની થોડી જ મિનિટમાં કઠુઆ ગૅન્ગ-રેપને લઈને એક ખૂબ જ અસંવેદનશીલ નિવેદન કર્યું હતું. કવિંદર ગુપ્તાએ કહ્યું હતું કે ‘કઠુઆ ગૅન્ગ-રેપના કેસને બહુ મહત્વ ન આપવું જોઈએ. આ એક સાવ નજીવી ઘટના છે.’

કવિંદર ગુપ્તા BJPના લીડર છે.

પોતાના નિવેદનને લઈને વિવાદમાં ઊભો થતાં કવિંદર ગુપ્તાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘મારી વાતનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. કઠુઆ કેસ કોર્ટના વિચારાધીન છે. હવે જ્યારે સુપ્રીમ કોર્ટના હાથમાં આ કેસ છે તો એને વારંવાર ઉછાળવો યોગ્ય નથી. મતલબ કે આવા અનેક કિસ્સાઓ છે ત્યારે આ કેસને વધુ ઉછાળવાની કોશિશ ન કરવી જોઈએ.’

rupani

નારદની જેમ ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલને આખા વિશ્વની બધી જ માહિતી હોય છે : વિજય રૂપાણી

મહાભારતના સમયમાં પણ ઇન્ટરનેટ હતું એવા ત્રિપુરાના મુખ્ય પ્રધાન બિપ્લબ દેબના નિવેદનના થોડા જ દિવસ બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ બફાટ કર્યો છે. વિજય રૂપાણીએ નારદની ઇન્ટરનેટ જાયન્ટ ગૂગલ સાથે સરખામણી કરતાં કહ્યું હતું કે નારદની જેમ જ ગૂગલને પણ આખા વિશ્વની માહિતી હોય છે.

રવિવારે અમદાવાદમાં RSSની શાખા વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘ગૂગલ માહિતીનો ભંડાર છે. નારદમુનિને ગૂગલ સાથે સરખાવી શકાય, કેમ કે તેમની પાસે વિશ્વના દરેક ખૂણામાં બનતી ઘટનાઓની માહિતી હતી. મહાભારતના કાળમાં નારદમુનિ કૃષ્ણના ભાઈ બલરામને તેમ જ અન્યોને વિવિધ સમયે માહિતી પહોંચાડતા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy