GSTની જાહેરાત પાછળ મોદી સરકારે કર્યો અધધધ ખર્ચ, જાણો આંકડો

સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત એક એજન્સીએ માહિતી આપી છે કે અત્યાર સુધી જીએસટીની જાહેરાત પાછળ મોદી સરકાર 132.38 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે

GST



RTIની માહિતીમાં જીએસટી પાછળ મોદી સરકારે કરેલા ખર્ચાનો આંકડો સામે આવ્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત એક એજન્સીએ માહિતી આપી છે કે અત્યાર સુધી જીએસટીની જાહેરાત પાછળ મોદી સરકાર 132.38 કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે. મંત્રાલય અંતર્ગત આવતી 'આઉટરીચ અને સંચાર બ્યૂરો' સંસ્થા અનુસાર પ્રિન્ટ મીડિયામાં સરકારે જીએસટીની જાહેરાત પાછળ 1,26,93,97,121 રૂપિયા ખર્ચ્યા છે. જો કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં જીએસટીની જાહેરાત પાછળ એક પણ રૂપિયાનો ખર્ચ નથી કરાયો.

અમિતાભ બચ્ચન હતા બ્રાન્ડ એમ્બેસેડર

9 ઓગસ્ટ, 2018 સુધીની RTIના જવાબમાં બ્યૂરોએ માહિતી આપી છે કે આઉટડોર મીડિયામાં જીએસટીની જાહેરાત માટે સરકાર તરફથી 5,44,35,502 રૂપિયા ખર્ચાયા. જણાવી દઈએ કે આરટીઆઈ દ્વારા જીએસટીની જાહેરાત અને જાગૃતિ અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે કરેલા ખર્ચની માહિતી મગાઈ હતી. આ દરમિયાન બ્યૂરો દ્વારા આ આંકડા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ 1 જુલાઈ, 2017ના રોજ લાગુ કરાયો હતો. લોકોને નવા ટેક્સ વિશે ાહિતી આપવા સરકારે પ્રચાર ખૂબ કર્યો હતો. જીએસટીના લાભ લોકો સુધી પહોંચાડવા કેન્દ્ર સરકારે મેગા સ્ટાર અમિતાભ બચ્ચને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK