આખરે ઉકેલાયો વિવાદઃ મરીના બીચ પર જ થશે કરુણાનિધિની દફનવિધિ

તામિલનાડુના પૂર્વ સીએમ એમ. કરૂણાનિધિના પાર્થિવ શરીરને હાલ ચેન્નાઈના રાજાજી હોલમાં રાખવામાં આવ્યું છે. અહીં લોકો તેમના અંતિમ દર્શન કરી શક્શે. સાથે જ રાજ્યમાં સરકારી રજા પણ જાહેર કરાઈ છે.

karuna1

તામિલનાડુના પૂર્વ સીએમ DMKના પ્રમુખ એમ. કરૂણાનિધિનું મંગળવારે સાંજે 94 વર્ષની ઉંમરે નિધન થયું. જેને પગલે રાજ્યમાં એક દિવસની રજા અને સાત દિવસનો શોક જાહેર કરાયો છે.

નિધન બાદ પણ કરૂણાનિધિને લઈ રાજકારણ ગરમાયું. તેમની દફનવિધઇને લઈ વિવાદ થયો. કરુણાનિધિની પાર્ટી અને સમર્થકોએ તેમને ચેન્નાઈના જાણીતા મરીના બીચ પર દફનાવવા માગ કરી, સાથે જ સમાધિ બનાવવાની પણ માગ ઉઠી. પરંતુ તામિલનાડુ સરકારે તેનાથી ઈનકાર કરી દીધો. આ મામલો મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યો. અને મદ્રાસ હાઈકોર્ટ સ્વર્ગસ્થ કરુણાનિધિના પાર્થિવ શરીરને મરીના બીચ પર દફનાવવાના પરવાનગી આપી છે.

સુનાવણીમાં શું થયું ?

કોર્ટમાં સુનાવણી દરમિયાન તામિલનાડુ સરકારે ડીએમકેની માગ સામે સોગંદનામુ રજૂ કર્યું. સરકારની રજૂઆત હતી કે અમે 2 એકર જમીન અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનો દાવો કર્યો હતો.
મદ્રાસ હાઈકોર્ટે ગત વર્ષે થયેલી તમામ 6 અરજી ફગાવી દીધઈ છે. આ અરજીમાં મરીના બીચ પર કોઈ પણ પ્રકારની સમાધિ બનાવવાનો વિરોધ કરાયો હતો. એક્ટિવિસ્ટ રામાસ્વામીના કહેવા મુજબ જો કરૂણાનિધઇને મરીના બીચ પર દફન કરવામાં આવે તો તેમને કોઈ મુશ્કેલી નથી.

તામિલનાડુ સરકારે મરીના બીચ પર જમીન આપવાથી કર્યો હતો ઈનકાર
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન તામિલનાડુ સરકારે કહ્યું કે જ્યારે કરૂણાનિધિ સીએમ હતા ત્યારે તેમણે જાનકી રામચંદ્રનને પણ મરીના બીચ પર જગ્યા નહોતી આપી. ડીએમકે સરકારના નિર્ણયનો વિરોદ ન કરી શકે.
તામિલનાડુ સરકાર તરફી સી.એસ.વૈદ્યનાથનને કહ્યું કે પેરિયાર દ્રવિડ આંદોલનના સૌથી મોટા નેતા હતા. પણ શું તેમને મરીના બીચ પર દફનાવાયા હતા ?

તો ડીએમકે તરફથી રજૂઆત થઈ કે તામિલનાડુની વસ્તી 7 કરોડ છે, અને 1 કરોડ લોકો ડીએમકેના સમર્થક છે. જો કરૂણાનિધિને મરીના બીચ પર જગ્યા નહી ફાળવાય, તો સમર્થકો નારાજ થઈ જશે. સાથે જ કહેવાયું કે કરૂણાનિધિ, અન્નાની નજીક હતા, તેમને જ તેઓ જિંદગી માનતા હતા. જો તેમને ગાંધી મંડપમમાં દફનાવાયા તો તે યોગ્ય નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK