તેલંગણમાં વિધાનસભાની ચૂંટણી માટે અંદાજ બાંધશો નહીં : ચૂંટણી-કમિશનર

કોઈ જ્યોતિષાચાર્ય આ વિશે અંદાજ લગાવતો હોય તો એ વિશે વિચાર કરવાની જરૂર નથી.’


તેલંગણ વિધાનસભા બરખાસ્ત કરવામાં આવ્યા બાદ ત્યાં ચૂંટણી કરાવવાના મુદ્દે ગઈ કાલે ચીફ ઇલેક્શન કમિશનર ઓ. પી. રાવતે કહ્યું હતું કે ‘પહેલાં અમે તપાસ કરીશું કે તેલંગણની ચૂંટણી અન્ય ચાર રાજ્યો સાથે કરાવી શકાય એમ છે કે નહીં. કોઈ પણ પ્રકારની અટકળો બાંધવાનો કોઈ અર્થ નથી.

ચૂંટણી કરાવવા પહેલાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને વિશ્વસનીય રીતે ચૂંટણી કરાવવા કાયદાનું પાલન કરીને સૌપ્રથમ તેલંગણના મુખ્ય ઇલેક્શન અધિકારી પાસેથી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે કે ચૂંટણી ક્યારે કરાવવી જોઈએ. ત્યાર બાદ ઑફિશ્યલ ઑડિટ કરાવવામાં આવશે અને ચૂંટણીપંચ દ્વારા તેલંગણની મુલાકાત લેવામાં આવશે.

મુખ્ય પ્રધાને જાહેર કરી ૧૦૫ ઉમેદવારોની યાદી

તેલંગણમાં વિધાનસભા બરખાસ્ત થતાં જ કાર્યકારી મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે આગામી ચૂંટણીમાં પાર્ટીની ટિકિટ પર લડનારા TRSના ૧૦૫ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરવા પહેલાં જ ઉમેદવારોનાં નામની ઘોષણાથી વિરોધ પક્ષો તેમ જ સુપરવાઇઝર્સ આર્યમાં મુકાયા છે. કે. ચંદ્રશેખર રાવ બીજી સપ્ટેમ્બર પછી જાહેર સભામાં પક્ષના ઉમેદવારોનાં નામની જાહેરાત કરશે. જોકે કુલ ૧૧૯માંથી ૧૦૫ સીટો પર ઉમેદવારોનાં નામની જાહેરાત વિરોધ પક્ષો માટે આંચકાજનક છે. આ યાદી પર નજર નાખતાં જણાય છે કે કે. ચંદ્રશેખર રાવે લગભગ બધા જ વિધાનસભ્યોને ફરી વાર ઉમેદવાર બનાવ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK