એક એવું તાળું, ચાવી હોવા છતાં કોઈ નથી ખોલી શક્તું, જાણો રહસ્ય

બાદમાં ગોદરેજ કંપનીએ પોતાના પ્રતિનિધિને મોકલીને તાળું ખરીદવા અને તેની ટેક્નોલોજી જાણવા એક લાખ રૂપિયાની ઓફર કરી હતી

lock



શું ચાવી હોવા છતાંય કોઈ તાળુ ન ખૂલે તેવું બને ? કદાચ એકાદ વ્યક્તિથી ન ખુલે પરંતુ તાળાના કારીગર તો ખોલી જ શકે. જો કે આજે વાત એક એવા તાળાની જેને ખોલવા માટે મોટામાં મોટા કારીગરો પણ નિષ્ફળ ગયા છે. આ તાળુ ખોલવાની રીત દુનિયાભરમાં માત્ર એક જ વ્યક્તિને ખબર છે.વાત છે બિહારના ચંપારણની. અહીં એક એવું તાળુ છે કે જેને કોઈ ખોલી નથી શક્તું. માત્ર બેતિયાના લાલબાબુ શર્માને જ ખબર છે કે આ તાળુ કેવી રીતે ખૂલે છે. તેઓ જ 78 વર્ષ જૂના પાંચ કિલો વજનના તાળાને ખોલે છે અને બંધ કરે છે. આ તાળું લાલબાબુને પિતા નારાયણ શર્મા તરફથી વારસામાં મળ્યું છે.

લાલબાબુના કહેવા મુજબ 1972માં દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાયેલા ઉદ્યોગવ્યાપાર મેળામાં આ તાળુ પ્રદર્શિત કરાયું હતું. જેમાં ગોદરેજ સહિત અન્ય કંપનીઓએ પણ ભાગ લીધો હતો. આ મેળામાં ગોદરેજ સહિતની કંપનીઓ હતી. અને તાળાની વિશેષતા તરફ તમામ કંપનીનું ધ્યાન ખેંચાયું હતું.


બાદમાં ગોદરેજ કંપનીએ પોતાના પ્રતિનિધિને મોકલીને તાળું ખરીદવા અને તેની ટેક્નોલોજી જાણવા એક લાખ રૂપિયાની ઓફર કરી હતી. પરંતુ લાલબાબુના પિતા નારાયણ શર્માએ આ પ્રકારના તાળાના વેચાણ માટે એક ટકો રોયલ્ટી માગી. કંપની આ શરત માનવા તૈયાર નહોતી. લાલા બાબુ કહે છે કે જાપાનની કેટલીક કંપનીઓએ તેમના પિતાને તાળું લઈને જાપાન બોલાવ્યા હતા. પરંતુ તેમના પિતા ન ગયા

તાળું બનવાની આવી છે કહાની

કહેવાય છે કે બેતિયા રાજના અંતિમ રાજા રહસ્યમય તાળા અને ઘડિયાળોના શોખીન હતા. લાલબાબૂના પૂર્વજોએ બનારસના રામનગરના મહારાજ કન્નૌજથી અહી લાવ્યા હતા. જ્યારે બેતિયા રાજાને બનારસના તાળાના સુપ્રસિદ્ધ કારીગરો વિશે જાણ થઈ તો એક કારીગરને તેમણે બેતિયા બોલાવ્યા.

હોળીના એક દિવસ પહેલા બેતિયાના રાજપરિસરમાં થયેલા પ્રદર્શનમાં કુરસૈલા સ્ટેટના એક કારીગરે તાળુ ખોલવાની શરત રાખી. અને લાલબાબુના પિતા નારાયણે તે ખોલી નાખ્યું.

સામે નારાયણે કુરસૈલા સ્ટેટના કારીગરોને પોતાનું બનાવેલું તાળુ ખોલવાનો પડકાર ફેંક્યો. નારાયણસિંહે ચાર રૂપિયાનું લોખંડ ખરીદ્યું. અને સાત મહિનાની મહેનત બાદ આ રહસ્યમય તાળું બનાવ્યું. જેનાથી ખુશ થઈને બેતિયા રાજાએ તેમને ચાંદીના 11 સિક્કા ઈનામમાં આપ્યા હતા.

આ છે તાળાની વિશેષતા

આ રહસ્યમય તાળાનું વજન લગભગ 5 કિલો છે. જ્યારે તાળમાં ચાવી લગાવવાની કોઈ જગ્યા પહેલી નજરે નથી દેખાતી. આ તાળાની બીજી વિશેષતા એ છે કે જો કોઈને ચાવી લગાવવાની જગ્યા મળી જાય, અને ચાવી પૂરી ફેરવો તો પણ તાળું ખુલતું નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK