મુંબઈ પોલીસે બંગાળના રેપ અને હત્યાના આરોપીઓને પકડ્યા

૬૪ વર્ષની વૃદ્ધા પર બળાત્કાર કર્યા બાદ તેનું મર્ડર કરી નાખ્યું : ત્યાંથી ભાગીને મુંબઈ આવી ગયા અને અહીંથી નેપાલ ભાગી જવાના હતા

killer

પશ્ચિમ બંગાળમાં ૬૪ વર્ષની વૃદ્ધા પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરીને મુંબઈમાં બિન્દાસ ફરતા બે જણને પોલીસે પકડી પાડ્યા છે. મુંબઈમાં પોતાના મિત્ર પાસેથી મોટી રકમ લઈને બન્ને આરોપીઓ દેશ છોડીને નેપાલ ભાગી જવાના હતા. જોકે કોલાબાની ફુટપાથ પર રહેતા બન્ને જણ પશ્ચિમ બંગાળમાં બળાત્કાર અને હત્યાને અંજામ આપીને આવ્યા હોવાની માહિતી બાતમીદારે MRA માર્ગ પોલીસને આપી હતી. મુંબઈ પોલીસે બન્ને આરોપીઓને પકડીને અન્ય રાજ્યમાં થયેલા ગુનાને ઉકેલ્યો હતો.

સુભાંકર સિકદર અને ગોવિંદ સરકાર ત્રણ વર્ષ પહેલાં મુંબઈ છોડીને પશ્ચિમ બંગાળના નાંદિયા જિલ્લાના રાણાઘાટ કૂપર કૅમ્પમાં રહેવા ગયા હતા. તેઓ મૂળ ત્યાંના જ હતા. બન્ને જણ ત્યાં બેગારીકામ કરતા હતા એમ જણાવીને MRA માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુખલાલ વર્પેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોલાબાની એક હોટેલમાં સુભાંકર સફાઈ-કર્મચારી હતો, જ્યારે ગોવિંદ અન્ય હોટેલમાં વેઇટર હતો. બન્ને આ વિસ્તારમાં વર્ષો સુધી રહીને પોતાના ગામે પાછા ફર્યા હતા. બન્ને જણ શંકાસ્પદ અવસ્થામાં ૧૦ મેએ મુંબઈ પાછા ફર્યા હતા અને કોલાબાની ફુટપાથ પર રહેતા હતા. સુભાંકર અને ગોવિંદને જાણતી વ્યક્તિએ મને માહિતી આપી હતી કે આ બન્ને જણ પશ્ચિમ બંગાળમાં હત્યા કરીને મુંબઈ આવ્યા છે અને અહીં એક મિત્ર પાસેથી પૈસા લઈને નેપાલ રવાના થવાનો તેમનો પ્લાન છે. રવિવારે રાતે અમારી ટીમે કોલાબા વિસ્તારમાં જાળ બિછાવી હતી અને બન્નેને પકડી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતાં જાણ થઈ હતી કે ૭ મેએ રાણાઘાટ કૂપર કૅમ્પના રેલવે-ટ્રૅકની પાછળની તરફ સુભાંકર અને ગોવિંદ દારૂ પીવા બેઠા હતા. ત્યાં ૬૪ વર્ષની વૃદ્ધાના ઘરની બાજુમાં તેમણે હાથ ધોયા હતા અને એના પરથી તેમનો ઝઘડો થયો હતો. સુભાંકરે વૃદ્ધાના ઘરમાં ઘૂસીને તેને લાફો માર્યો હતો અને તે બેભાન થઈ હતી. બેભાન વૃદ્ધા પર બન્ને જણે બળાત્કાર કર્યો હતો. ત્યાર બાદ તેનું ગળું દાબીને તેઓ કલકત્તા ભાગી ગયા હતા. ત્યાંથી હાવડા અને પછી મુંબઈ આવ્યા હતા.’

વૃદ્ધાની હત્યા અને બળાત્કાર બાબતે પશ્ચિમ બંગાળના રાણાઘાટ કૂપર કૅમ્પ પોલીસને જાણ કરવામાં આવી હતી એમ જણાવીને સિનિયર ઇન્સ્પેક્ટર સુખલાલ વર્પેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને જણે અમારી સમક્ષ ગુનો કબૂલ્યો હતો. દરમ્યાન હત્યાકેસની તપાસ કરી રહેલી ત્યાંની પોલીસને માહિતી આપીને મુંબઈ બોલાવવામાં આવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK