પૅસિવ ઇચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટે આપી છૂટ

બંધારણીય બેન્ચે કહ્યું કે મરણપથારીએ પડેલા પેશન્ટે નિશ્ચેતન સ્થિતિમાં રહીને સહન કરવું પડે એ સ્થિતિ સર્જાવી ન જોઈએ

મદહીૂ

સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે સીમાચિહ્નરૂપ ચુકાદો આપતાં બીમારીની પરાકાષ્ઠાએ મરણપથારીએ પડીને પીડા કે અચેતન સ્થિતિ ભોગવતા દરદીઓ માટે પરોક્ષ ઇચ્છામૃત્યુનો માર્ગ ખુલ્લો કર્યો છે. ચુકાદાને પગલે બીમારીમાં હતાશ થઈ ગયેલા દરદીઓ મૃત્યુની ઇચ્છાનું લખાણ આપે તો મેડિકલ બોર્ડ દ્વારા પરિસ્થિતિ અને જરૂરિયાતની ચકાસણી કરીને પરોક્ષ ઇચ્છામૃત્યુની છૂટ આપવાની શક્યતા ઊભી થશે. જે વ્યક્તિ લખી ન શકે એવી બેભાન હાલતમાં હોય એના નજીકનાં સગાં કે મિત્ર હાઈ કોર્ટમાં અરજી કરીને વ્યક્તિને ઇચ્છામૃત્યુની જરૂરિયાત દર્શાવતી અરજી કરશે. હાઈ કોર્ટ મેડિકલ બોર્ડની રચનાનો આદેશ આપશે અને એ મેડિકલ બોર્ડ તમામ પાસાંનો અભ્યાસ કરીને લાઇફ સપોર્ટ સિસ્ટમ કે લાઇફ સસ્ટેઇનિંગ ટ્રીટમેન્ટ બંધ કરવા બાબતે નિર્ણય લેશે.

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સીમાચિહ્નરૂપ ચુકાદામાં મરણપથારી પર હોય એવા દરદીઓને લિવિંગ વિલ લખવાનો અધિકાર આપ્યો હતો. આ લિવિંગ વિલને લીધે ડૉક્ટર પેશન્ટને આપવામાં આવેલો લાઇફ સપોર્ટ હટાવી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે પેશન્ટની જીવવાની ઇચ્છા ન હોય તેને નિશ્ચેતન સ્થિતિમાં રહીને સહન કરવું પડે એ સ્થિતિ સર્જાવી ન જોઈએ.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે ‘પરોક્ષ ઇચ્છામૃત્યુ (પૅસિવ યુથેનેસિયા) અને ઍડવાન્સ લિવિંગ વિલ એટલે કે ઇચ્છામૃત્યુની આગોતરી વસિયતની છૂટ છે. પરોક્ષ ઇચ્છામૃત્યુમાં દરદી કે વ્યક્તિને બચાવવાના પ્રયત્નો રોકવામાં આવે છે.’

બેન્ચે વિલને કોણ એક્ઝિક્યુટ કરશે એ વિશેની અને પરોક્ષ ઇચ્છામૃત્યુ (પૅસિવ યુથેનેસિયા)ની મંજૂરી મેડિકલ બોર્ડ કેવી રીતે આપશે એની ગાઇડલાઇન્સ પણ નક્કી કરી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘મરણપથારી પરના દરદીના સંબંધીઓ અને નજીકના મિત્રો હાઈ કોર્ટમાં અરજી કે આગોતરા નિર્દેશો ઇશ્યુ કરી શકે છે અને એ બાદ મેડિકલ બોર્ડ એની વિચારણા કરી શકે છે. આ વિષયમાં કાયદો ન ઘડાય ત્યાં સુધી કોર્ટના નિર્દેશો અને માર્ગદર્શક સૂચનાઓ અમલમાં રહેશે.’

ચુકાદો વાંચતી વખતે ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે ‘આ વિષયમાં બેન્ચના ચાર જુદા-જુદા અભિપ્રાયો છે, પરંતુ દરદી નિશ્ચેતન અવસ્થા કે કોમામાં જીવવા ન ઇચ્છે તો તેને પીડા સહન કરવા ન દેવાય એ વિચારને આધારે લિવિંગ વિલના આધારે મરણની છૂટની જોગવાઈ સાથે બધા જજો સંમત છે.’

અગાઉ સુપ્રીમ કોર્ટે ૨૦૧૧માં અરુણા શાનબાગ કેસમાં અચેતન સ્થિતિમાં દિવસો પસાર કરતી જાગૃતિપૂર્વક નિર્ણય લેવામાં અક્ષમ મહિલાને પરોક્ષ ઇચ્છામૃત્યુ (બચાવવાના પ્રયત્નો પડતા મૂકવા લાઇફ સસ્ટેઇનિંગ ટ્રીટમેન્ટ્સ હટાવી લેવા)ની અરજી માન્ય રાખી હતી.

મરણપથારી પરના દરદીઓની લાઇફ સપોર્ટ-સિસ્ટમ હટાવી લેવાનો નિર્ણય લેવાની મેડિકલ બોડ્ર્સની કાર્યવાહીમાં સુરક્ષાત્મક ઉપાયોની જરૂરિયાત દર્શાવતી NGO કૉમન કૉઝની જનહિતની અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

જે પેશન્ટના કિસ્સામાં લિવિંગ વિલ ન હોય એવા કેસમાં પરોક્ષ ઇચ્છામૃત્યુ કેવી રીતે લાગુ પાજડું એેની પ્રેસીજર પણ સુપ્રીમ કોર્ટે જણાવી હતી. કોર્ટે કહ્યું હતું કે આવા પેશન્ટોની ઉપેક્ષા નકરી શકાય.

કેન્દ્ર સરકારે ૨૦૧૬ની ૧૫ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે કાયદા પંચના ૨૪૧મા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે પરોક્ષ ઇચ્છામૃત્યુ એટલે કે દરદીને બચાવવાના પ્રયત્નો છોડી દેવાની છૂટ સુરક્ષાત્મક ઉપાયો સાથે આપી શકાય. મેડિકલ ટ્રીટમેન્ટ ઑફ ટર્મિનલી ઇલ પેશન્ટ (પ્રોટેક્શન ઑફ પેશન્ટ્સ ઍન્ડ મેડિકલ પ્રૅક્ટિશનર) બિલ,૨૦૦૬ ર્શીષક ધરાવતો પ્રસ્તાવિત કાયદો પણ છે.

શું છે પૅસિવ યુથેનેસિયા કે પરોક્ષ ઇચ્છામૃત્યુ?

પેશન્ટ જ્યારે મરણપથારીએ હોય ત્યારે દવા કે મેડિકલ ઉપકરણો દ્વારા તેને જીવતો રાખવામાં આવે છે. ડૉક્ટર લાઇફ-સેવિંગ દવા બંધ કરી દે અથવા ઉપકરણો કાઢી લે અને પેશન્ટને ગૌરવભરી રીતે મૃત્યુ પામવા દે એને પૅસિવ યુથેનેસિયા કે પરોક્ષ ઇચ્છામૃત્યુ કહેવાય છે.

શું છે ઍક્ટિવ યુથેનેસિયા?

જ્યારે મેડિકલ પ્રોફેશનલ્સ કે અન્ય કોઈ જાણીજાઈને કંઈક એવું કરે જેનાથી પેશન્ટ મત્યુ પામે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy