અહીં જન્મ બાદ બાળકોને દરવાજેથી નહીં પણ દિવાલ તોડીને લવાય છે રૂમની બહાર

પરંપરા લઈ રહી છે જીવ, પણ લોકો આજે પણ કરે છે પાલન. સરિયાના અમનારી એટલે કે બિરહોર ટંડામાં છે પરંપરા

jharkhand


ધનબાદને અડીને આવેલા ગિરીડીહ જિલ્લામાં એક વિસ્તાર એવો પણ છે, જ્યાં જન્મ બાદ બાળકને ઘરના દરવાજેથી નહીં પરંતુ દિવાલમાં કાણુ પાડીને બહાર લાવવામાં આવે છે. પરંપરા જીવલેણ છે, પણ લોકો આજે પણ તેને માની રહ્યા છે. વાત છે ધનબાદ જિલ્લાના સરિયા સ્થિત બિરહોર ટંડાની. અહીં લગભગ અઢી ત્રણ ડઝન બિરહોર વસેલા છે. વિલુપ્ત થઈ રહેલી બિરહોર જનજાતિના લોકો જાતે જ અસ્તિત્વ ટકાવી રાખવાની જંગ લડી રહ્યા છે. તેઓ લગ્ન પણ પોતાના પરિવાર કે સમાજમાં જ કરે ચે. પરંતુ પરંપરાના નામે આ જીવલેણ પ્રથા નવજાત શિશુનો જીવ લઈ રહી છે.

10 વર્ષમાં એક પણ પ્રસૂતિનો નથી રેકોર્ડ

સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા માટે આરોગ્ય વિભાગ પર દબાણ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગની બેઠકમાં સિવિલ સર્જન મહિલાઓને હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા સમજાવાય છે. સ્વાસ્થ્ય વિભાગ સાથે જ સમાજ કલ્યાણ વિભાગ પણ આ કામ કરે છે. પરંતુ બિરહોર સમાજની મહિલાઓની હોસ્પિટલમાં પ્રસૂતિની એક પણ નોંધ નથી. હોસ્પિટલમાં પ્રસૂતિનો ખર્ચ પણ સરકાર ઉઠાવે છે, ઉપરથી કેટલીક આર્થિક મદદ પણ કરવામાં આવે છે. તેમ છતાંય 10 વર્ષમાં એક પણ બિરહોર મહિલાએ હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવી નથી.

સદર હોસ્પિટલના ઉપાધ્યક્ષ ડૉ. બી. એન. ઝાના મુજબ આજે પણ બિરહોર સમાજના લોકો પરંપરાના નામે પ્રસૂતાને હોસ્પિટલ લાવતા અચકાય છે, ભલે પછી પરંપરા જ નવજાત બાળક માટે યમદૂત બનતી હોય. વિલુપ્ત થઈ રહેલી આ જનજાતિના લોકોના ઘરમાં આજે પણ બાળકના જન્મ સમયે વિચિત્ર પ્રથા અમલમાં છે. મહિલાઓની પ્રસૂતિ ઘરમાં જ કરવામાં આવે છે. પ્રસૂતિ બાદ ઘરની દીવાલના એક ખૂણાને તોડીને કાણુ પાડવામાં આવે છે, અને બાળકને તેમાંથી બહાર કઢાય છે. જ્યાં સુધી નવજાત શિશુ સાથે પ્રસૂતાને નવડાવવામાં ન આવે ત્યાં સુધી બાળક સાથે જ પ્રસૂતાને પણ તે જ સ્થળે સુવડાવી રાખવામાં આવે છે..

સ્નાન બાદ નજીકના જંગલમાં કરાવાય છે ભૂતની પૂજા

પરંપરા અનુસાર પ્રસૂતા અને બાળકને સ્નાન કરાવ્યા બાદ નજીકના જંગલમાં લઈ જઈને ભૂતની પૂજા કરાવવામાં આવે છે. પૂજા બાદ ખાવા પીવાની વ્યવસ્થા પણ જંગલમાં જ કરવામાં આવે છે. અહીં જે ખોરાક બચે છે, તેને જમીનમાં દાટી દેવાય છે. તાજેતરમાં જ બાળકને જન્મ આપી ચૂકેલી કમલી દેવી કહે છે કે તેમનો સમાજ પૌરાણિક પરંપરા નિભાવી રહ્યો છે. જો પરંપરા મુજબ બાળકને બહાર ન કઢાય તો તેનું ભૂત ગરબડી જાય છે. અને બાળકની આખી જિંદગી ખરાબ થઈ જાય છે. આ જ સમાજની વૃદ્ધ મહિલા મસોમાત કહે છે કે ચંગેરિયા (નવજાત)ને દિવાલ તોડીનેબ હાર કઢાય છે. સ્નાન બાત કપૂતર કાપીને પૂજા કરાય છે.

પરંપરા લઈ રહી છે પ્રાણ

નવજાત બાળકને દીવાલમાં કાણુ પાડી બહાર કાઢતા સમયે કેટલીકવાર જીવ પર જોખમ સર્જાય છે. બહાર કાઢ્યા બાદ પણ બાળકને હોસ્પિટલ નથી લઈ જવાતું, ન તો દવા અપાય છે. મુનિયા દેવીના કહેવા મુજબ તે આઠ બાળકને જન્મ આપી ચૂકી છે, પરંતુ માત્ર પાંચ જ જીવીત છે. તે ઉમેરે છે કે નજીકમાં જ આંગણવાડી કેન્દ્ર છે. તેની સેવિકા ક્યારેક ક્યારેક આવીને દવા આપે છે. તો, સીડીપીઓ અનિતા દેવીનું કહેવું છે કે આ સમાજની મહિલાઓ કોઈ દવા નથી લેતી. આ ઉપરાંત તેમને જે પણ અપાય તેનો ઉપયોગ કરવાના બદલે તેને વેચી દે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK