પત્નીને સરપ્રાઇઝમાં આપ્યું મોત

પતિએ પહેલાં આંખો બંધ કરવા કહ્યું અને તેણે આંખો બંધ કરી કે તરત જ ક્લચના વાયરથી ગળે ટૂંપો દઈ દીધો

murder


દિલ્હીમાં હત્યાની એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. એક પતિ પત્નીને સરપ્રાઇઝ આપવાના નામે બહાર લઈ ગયો હતો અને તેની હત્યા કરી હતી.

પતિ સાથે બનતું ન હોવાથી બાવીસ વર્ષની કોમલ તેના પેરન્ટ્સના ઘરે હતી. ત્યાં શુક્રવારે સાંજે તેનો પતિ મનોજ તેને મળવા આવ્યો હતો. ‘હું તને સરપ્રાઇઝ આપવાનો છું’ એમ કહીને મનોજ કોમલને નૉર્થ દિલ્હીના એક પાર્કમાં લઈ ગયો હતો. ત્યાં પહેલાં તેને આંખો બંધ કરવા કહ્યું હતું. તેણે આંખ બંધ કરી કે તરત જ મનોજે કોમલના ગળામાં ક્લચ વાયર બાંધીને ફાંસો આપ્યો હતો. કોમલની ડેડ-બૉડી પાર્કમાં રાખીને તે નીકળી ગયો હતો અને એક ફ્રેન્ડને આ ઘટના વિશે જણાવ્યું હતું. એ ફ્રેન્ડે કોમલની હત્યા વિશે પોલીસને જાણ કરતાં મધરાતની આસપાસ પોલીસે મનોજની ધરપકડ કરી હતી. કોમલની હત્યા કર્યા બાદ મનોજ દિલ્હીની બહાર જતો રહેવા ઇચ્છતો હતો.

કોમલની ડેડ-બૉડી શોધવા માટે પોલીસસ્ટાફ તેને બોન્તા પાર્કમાં લઈ ગયો હતો, પરંતુ એ વખતે મનોજ દારૂના નશામાં ચકચૂર હોવાથી કોમલની હત્યાનું સ્થળ ઓળખી શક્યો નહોતો.

કોમલ ગુડગાંવના એક બારમાં નોકરી કરતી હતી. ત્યાં તેની મનોજ સાથે મુલાકાત થઈ હતી. મનોજ કાંઝાવાલા વિસ્તારમાં એક જનરલ સ્ટોર ચલાવતો હતો. ૨૦૧૫ના જુલાઈ મહિનામાં મનોજ અને કોમલે લગ્ન કર્યા હતાં. છ મહિનામાં બન્ને વચ્ચે મતભેદોના તણખા ઝરવા માંડ્યા હતા. નાની-નાની વાતોમાં ઝઘડાથી કંટાળેલી કોમલ પેરન્ટ્સના ઘરે રહેવા જતી રહી હતી. મનોજને એ ગમ્યું નહોતું. બન્નેના મતભેદો ઉપરાંત કોમલને અન્ય પુરુષ સાથે આડા સંબંધો હોવાની મનોજને શંકા હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy