સરકાર ધાર્મિક પ્રતીકવાળા સિક્કા બહાર પાડી શકે છે

આવો ચુકાદો આપતાં હાઈ કોર્ટે કહ્યું કે એનાથી દેશના સેક્યુલર ઢાંચા પર કોઈ વિપરીત અસર નથી પડતી

coin

ધાર્મિક ચિહ્નની છાપ ધરાવતા સિક્કાઓ ચલણમાંથી પાછા ખેંચવાની અરજીને ડિસમિસ કરતાં દિલ્હી હાઈ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે ‘આવા સિક્કાથી દેશના સેક્યુલર ઢાંચા પર કોઈ વિપરીત અસર નથી પડતી. દિલ્હીના બે રહેવાસી નફીસ કાઝી અને અબુ સઈદે જનહિતની અરજી કરીને રિઝર્વ બૅન્ક અને નાણામંત્રાલયને ૨૦૧૦ અને ૨૦૧૩માં બહાર પાડવામાં આવેલા અનુક્રમે બૃહદિશ્વર મંદિર અને માતા વૈષ્ણોદેવીની છાપ ધરાવતા સિક્કાઓ પાછા ખેંચી લેવાનો આદેશ આપવાની કોર્ટને વિનંતી કરી હતી.

coin1

આ અરજીને ડિસમિસ કરતાં હાઈ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે ‘આવા સિક્કા બહાર પાડવાથી દેશના સેક્યુલર ઢાંચા પર કોઈ વિપરીત અસર પડતી નથી તેમ જ કોઈ એક પ્રસંગને યાદગાર બનાવવા આવા સિક્કાઓ બહાર પાડવા પર સેક્યુલરિઝમમાં કોઈ પ્રતિબંધ નથી. આ પ્રકારના કૉઇન્સ બહાર પાડવાથી ધાર્મિક પ્રથાઓ પર વિપરીત અસર પડે છે એવી દલીલને સાચી ઠરાવવા પૂરતા પુરાવાઓ રજૂ કરવામાં અરજદારો નિષ્ફળ રહ્યા છે. કૉઇનેજ ઍષ્ટ, ૨૦૧૧ હેઠળ કોઈ પ્રસંગને યાદગાર બનાવવા કૉઇન્સ બહાર પાડવાનો નિર્ણય સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે. આમાં સરકાર કોઈ પ્રકારનો ભેદભાવ કે પક્ષપાત નથી કરી રહી. કાલે કદાચ કોઈ બીજા ધર્મના લોકો તેમના પ્રસંગને યાદગાર બનાવવા કૉઇન બહાર પાડી શકે છે કે નોટ છપાવી શકે છે. સેક્યુલરિઝમનો અર્થ છે તમામ ધર્મને સમાન આદર આપવો અને કોઈ પણ એક ધર્મ માટે પક્ષપાત ન રાખવો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy