અહીં વિસ્ફોટો વચ્ચે અભ્યાસ કરે છે બાળકો

ખાણોના કારણે ચામડીના રોગો, ખાંસી, શ્વાસને લગતી બીમારીઓ બાળકોમાં સામાન્ય જોવા મળે છે


school boys

કોલસાની ખાણમાં થતા વિસ્ફોટો વચ્ચે ભણવા મજબુર બાળકો



ગોવિંદપુર સ્થિત મ્યોરપુર બ્લોક મુખ્યાલયમાં 80 કિલોમીટર દૂર મધ્ય પ્રદેશમાં સીમાને અડીને ગ્રામ પંચાયત ચિલ્કાડાડ, મીસિરા, કોહરૌલિયાની સરકારી સ્કૂલોમાં ભણનારા બાળકો ધડાકાઓના અવાજ વચ્ચે અભ્યાસ કરી રહ્યાં છે. બાળકો દરરોજ આસપાસના કોલસાની ખાણમાં થતા વિસ્ફોટો વચ્ચે ભણવા માટે મજબુર છે. આ જ કારણ છે કે આ બાળકો અહીંની જર્જરિત દીવાલો વચ્ચે ભણી રહ્યા છે. આ વિસ્ફોટોની અસર બાળકો પર ગંભીર રીતે પડે છે તેમ છતા આ બાબતે કોઈ બોલવા તૈયાર નથી. સીએચસી મ્યોરપુરના ચિકિત્સક ડો. આત્મપ્રસાદનું કહેવું છે કે, ઉર્જાચલની સ્કૂલોના વિદ્યાર્થીઓમાં અલગ અલગ પ્રકારની બીમારીઓ જોવા મળી રહી છે. જેનો સીધો સંબંધ પ્રદૂષણ સાથે છે

આ તીવ્ર ધડાકાઓથી કાન પર અસર કરે છે પરંતુ તપાસ દરમિયાન કોઈ તેની ફરીયાદ કરતું નથી. અનપરાના પૂર્વ પ્રધાન મોતી લાલ યાદવ , પ્રમોદ શ્રીવાસ્તવનું માનવું છે કે આ ઉદ્યોગ અને ખાણની નજીકમાં સ્કૂલો અને કોલેજો છે તેમને આ રીતની મુશ્કેલીઓ ભોગવવી પડે છે.


આ પણ વાંચો: પાકની વધુ એક નાપાક હરકત, એક જવાન શહીદ, સીમા પાર વેપાર રોકાયો


અનપરાથી લઈને ખડિયા અને સિંગરૌલી સુધીના લોકો આ સંબંધિત બીમારીઓનો ભોગ બની રહ્યાં છે. ગામમા રહેતા ઇન્દ્રજીતસિંહનું કહેવું છે કે આ ખાણોની નજીક વસેલા ગામોને સ્થળાંતર કરવવામાં આવે તો જ સ્થિતિ સુધરે એમ છે. આ ખાણોના કારણે ચામડીના રોગો, ખાંસી, શ્વાસને લગતી બીમારીઓ બાળકોમાં સામાન્ય જોવા મળે છે. જો કે સીએચસીના અધિકારી યોગેશ્વર પ્રસાદે કહ્યું હતું કે, સમસ્યાઓ તો છે પરંતુ આ બાબતો પર મજબૂત નીતિઓ અને તપાસ જરૂરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK