અમિત શાહની સિક્યૉરિટીના ખર્ચની માહિતી ગુપ્ત જ રહેશે

RTI ઍક્ટ હેઠળ આવેલી અરજીને સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને રિજેક્ટ કરી

amit shah

BJPના પ્રમુખ અમિત શાહની સલામતી માટે સરકારી તિજોરીના ખર્ચની RTI ઍક્ટ હેઠળ માગવામાં આવેલી માહિતી સલામતીનાં કારણોસર અને અંગત માહિતી હોવાને કારણે આપી ન શકાય એમ સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન (CIC) તરફથી જણાવવામાં આવ્યું હતું. વ્યક્તિની સલામતી અને વ્યક્તિને સિક્યૉરિટી-કવર  આપવા વિશે અને વ્યક્તિની સલામતીનો ખર્ચ ચૂકવતા સત્તાવાળાઓને લાગુ થતા નિયમો વિશેની અપીલ કમિશને નામંજૂર કરી હતી.

આ અરજી દીપક જુનેજાએ ૨૦૧૪ની પાંચ જુલાઈએ અમિત શાહ રાજ્યસભાના સભ્ય નહોતા ત્યારે કરી હતી. અરજીમાં સરકાર કેટલી વ્યક્તિઓને સિક્યૉરિટી આપે છે એની યાદી માગવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિના જીવન કે શારીરિક સુરક્ષા પર જોખમ ઊભું થતું હોય એવી વિગતોને માહિતી અધિકારના કાયદા હેઠળ અપવાદ ગણતી કાનૂની જોગવાઈના આધારે ગૃહમંત્રાલયે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. કમિશને અપીલ પહેલાંના આદેશમાં માહિતી સંસદ સમક્ષ જાહેર કરવામાં આવી ન હોવાથી એ નહીં આપવાના પગલાને માન્ય રાખ્યું હતું. કમિશનના આદેશને દીપક જુનેજાએ દિલ્હી હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. એ વખતે હાઈ કોર્ટે કમિશનના આદેશને રદબાતલ કરતાં જણાવ્યું હતું કે અરજદારે માગેલી માહિતી RTI ઍક્ટ હેઠળ અપવાદરૂપ ગણવામાં આવી છે કે નહીં એની ચકાસણી કર્યા બાદ અરજી નકારવી જોઈએ. કોર્ટે એ અરજી પર ફરી કાર્યવાહી માટે CICને મોકલી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK