નવજોતસિંહ સિદ્ધુની સ્પષ્ટતાઃ ભાવુક થઈને પાક. આર્મીચીફને ભેટ્યો

પાકિસ્તાનના આર્મી ચીફને ભેટવા પર ઉઠેલા સવાલો બાદ સિદ્ધુએ ચંદીગઢમાં સ્પષ્ટતા કરી. સિદ્ધુએ નિવેદન આપ્યુ કે પાક. આર્મી ચીફે ગુરુ નાનકદેવનું નામ લીધું તો હું ભાવુક થઈ ગયો.

sidhdu


પાકિસ્તાનમાં ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં પાક. આર્મી ચીફ કમર જાવેદ બાજવાને ભેટવા મામલે પંજાબના કેબિનેટ મંત્રી સિદ્ધુનો દેશભરમાં વિરોધ થયો હતો. સિદ્ધુએ મંગળવારે આ આખાય ઘટનાક્રમ અંગે સ્પષ્ટતા કરી છે. બાજવાને ભેટવા મામલે તેમણએ નિવેદન આપ્યું કે પાક. આર્મી ચીફે ગુરુ નાનકદેવનું નામ લીધું તો હું ભાવુક થઈ ગયો, અને ભેટી પડ્યો.

તો સિદ્ધુએ પોતાના પાકિસ્તાન પ્રવાસની તુલના પીએમ વાજપેયીની લાહોર યાત્રા સાથે પણ કરી. સિદ્ધુએ કહ્યું, ' હું પાકિસ્તાન શાંતિ માટે ગયો હતો. મારી યાત્રાનું ધ્યેય બંને દેશ વચ્ચે શાંતિ અને મિત્રતાનો માહોલ બનાવવાનું હતું.'

સિદ્ધુએ એ પણ કહ્યું કે પાકિસ્તાન આર્મ ચીફે કરતારપુરનો રસ્તો ખોલવાની ઈચ્છા દર્શાવી હતી. જે મારા માટે મોટી વાત હતી, એટલે હું તેમને ભેટી પડ્યો. એટલી ક્ષણ સિવાય બાજવા સાથે કોઈ મુલાકાત નથી થઈ.મારા માટે આ યાત્રા સન્માનજનક હતી

સિદ્ધુએ ઉમેર્યુ, 'બંને દેશ વચ્ચે વાતચીતની સંભાવના વધી છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પણ પાડોશી દેશ સાથે શાંતિ જાળવવા કહ્યું છે. આ એક સદભાવપૂર્ણ યાત્રા હતી, રાજકીય નહીં.'

આ દરમિયાન સિદ્ધુએ વાજપેયીને શ્રદ્ધાંજલિ પણ આપી, અને તેમની બસયાત્રાનો ઉલ્લેખ કર્યો. સિદ્ધુએ કહ્યું કે પાકિસ્તાન પ્રવાસને લઈ મારા પર સવાલ ઉઠી રહ્યા છે, પરંતુ વાજપેયીજી પણ બસથી લાહોર ગયા હતા. જે બાદ કારગીલનું યુદ્ધ થયું. તો શું તમે વાજપેયીને દેશભક્ત નહીં કહો ? પીએમ મોદી પણ વગર આમંત્રણે પાકિસ્તાનના તત્કાલીન પીએમ નવાઝ શરીફના પારિવારિક સંમેલનમાં પહોંચ્યા હતા. તેમના પર કોઈ સવાલ નથી થઈ રહ્યા. અને મને ટાર્ગેટ કરાઈ રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK