નરેન્દ્ર મોદીએ સ્મૃતિ ઈરાનીને આપ્યો જોરનો ઝટકો

ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ ખાતું છીનવી લીધું

smriti

હવે તેમની પાસે માત્ર ટેક્સટાઇલ મિનિસ્ટ્રી જ બચી : રાજ્યવર્ધન સિંહ રાઠોડ બન્યા નવા ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર : અરુણ જેટલી સાજા ન થાય ત્યાં સુધી રેલવેપ્રધાન પીયૂષ ગોયલ ફાઇનૅન્સ સંભાળશે

લોકસભાની ચૂંટણીને માત્ર એક જ વર્ષ બાકી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કૅબિનેટમાં મહત્વના ફેરફાર કર્યા હતા, જે મુજબ સ્મૃતિ ઈરાની પાસેથી માહિતી અને પ્રસારણ ખાતું લઈ લેવામાં આવ્યું છે અને એ રાજ્યવર્ધન સિંહ રાઠોડને સોંપવામાં આવ્યું છે. સ્મૃતિ ઈરાની હવે માત્ર ટેક્સટાઇલ ખાતું સંભાળશે.

૨૦૧૪થી નાણાપ્રધાનપદે રહેલા અરુણ જેટલીની તબિયત નાદુરસ્ત હોવાથી ફાઇનૅન્સ ખાતું હંગામી ધોરણે રેલવેપ્રધાન પીયૂષ ગોયલને સોંપવામાં આવ્યું છે. આમ પીયૂષ ગોયલ રેલવે ઉપરાંત ફાઇનૅન્સ મિનિસ્ટ્રી પણ સંભાળશે.

આ અગાઉ પણ સ્મૃતિ ઈરાની પાસેથી માનવ સંસાધન વિકાસ ખાતું પાછું લઈને પ્રકાશ જાવડેકરને સોંપવામાં આવ્યું હતું. આમ બીજી વખત વિવાદોમાં આવવાને કારણે સ્મૃતિ ઈરાનીએ તેમનો પોર્ટફોલિયો ખોવાનો વારો આવ્યો છે.

એપ્રિલની શરૂઆતમાં માહિતી અને પ્રસારણ ખાતાએ ફેક સમાચારો છાપનારાં કે પ્રસારિત કરનારાં મીડિયાગૃહો સામે દંડાત્મક પગલાં લેવાના આદેશ જારી કર્યા હતા, જેમાં પત્રકારોનાં ઍક્રિડિટેશન કાર્ડ રદ કરવાની સજા કરવાની જાહેરાત કરવામાં આવી હતી.  આ મુદ્દે ભારે ઊહાપોહ મચતાં વડા પ્રધાન મોદીએ આ આદેશ રદ કરવા સાથે જ સ્મૃતિ ઈરાની પાસેથી તેમનો પોર્ટફોલિયો પાછો લઈ લીધો હતો.

ત્રીજા અને મહત્વના ફેરફારરૂપે ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના રાજ્યકક્ષાના પ્રધાન કે. જે. અલ્ફોન્સ હવે પ્રવાસન મંત્રાલય સંભાળશે જ્યારે એસ. એસ. અહલુવાલિયા ઇલેક્ટ્રૉનિક્સ મંત્રાલયનો કાર્યભાર સંભાળશે.

અરુણ જેટલીનું કિડની-ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન સફળ

ગઈ કાલે દિલ્હીની એઇમ્સમાં કેન્દ્રના ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલીનું કિડની-ટ્રાન્સપ્લાન્ટનું ઑપરેશન સફળપણે પાર પડ્યું હતું. કિડનીના દાતા અને જેટલી બન્નેની તબિયત સારી છે. ૬૫ વર્ષના જેટલીને રવિવારે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઑપરેશન ચાર કલાક ચાલ્યુ હતુ અને ઑપરેશન શરૂ થાય એ પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેટલી સાથે ફોન પર વાત પણ કરી હતી. જેટલીએ વર્ષો પહેલાં હાર્ટ-સર્જરી અને ૨૦૧૪માં સ્થૂળતા ઓછી કરવા માટેની બૅરિયાટ્રિક સર્જરી કરાવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy