નવા આવકવેરા પ્રમાણે કેટલી થશે બચત?

નાણાંમંત્રી પ્રણવ મુખરજીએ વિપક્ષના ભારે હંગામા વચ્ચે સંસદમાં પોતાનું બજેટ રજું કર્યું હતું. પ્રણવદાના બજેટ પટારામાંથી અનેક યોજનાઓ નિકળી હતી જેમાં ઈન્કમ ટેક્ષમાં રાહતએ સૌથી મોટી ખુશખબર હતી.

taxનવી દિલ્હી : તા. 16 માર્ચ

પ્રણવ મુખરજીએ ઈન્કમ ટેક્ષની મર્યાદા વધારીને મોંઘવારીમાં પીસાતા દેશવાસીઓને રિઝવવાનો પ્રયત્ન કર્યો હતો. વર્ષ 2012-13ના જાહેર થયેલા બજેટમાં ઈન્કમ ટેક્ષની મર્યાદા 1 લાખ 80 હજારથી વધારીને 2 લાખ કરવામાં આવી છે. જે દેશના આમ નાગરીક માટે ખરેખર ખુશીની વાત છે. જ્યારે 2 લાખથી 5 લાખ પર 10 ટકા ટેક્ષ વસુલવામાં આવશે. તેવી જ રીતે 5 થી 10 લાખની આવક ધરાવનારાઓને 20 ટકા અને 10 લાખથી ઉપરની આવકમર્યાદા ધરાવનારાઓને 30 ટકા ટેક્ષ ભરવો પડશે. ઈન્કમ ટેક્ષમાં ફેરફારની સાથો સાથ તેના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી ટેક્ષ મર્યાદાના કારણે 5 લાખની આવક ધરાવનારાઓને 6,180 ની બચત થશે. 9 લાખ સુધીની આવક ધરાવનારાઓને 10, 300 અને 10 લાખની આવક ધરાવનારાઓને 18,450 ની બચત થશે.

આમ પ્રણવ મુખરજીએ ટેક્ષની વિવિધ મર્યાદાઓમાં ફેરફાર કરીને ઈન્કમટેક્ષ ભરનારાઓને લાભ કરાવી આપ્યો છે. ટેક્ષમાં છુટછાટ વધારવાની સાથોસાથ ઈન્કમ ટેક્ષ ભરવાની મર્યાદા પણ વધારવામાં આવશે.

 

આવક

ટેક્ષ દર

બચત

2 લાખ

   -

-

2 થી 5 લાખ

10 ટકા

6,180

5 થી 10 લાખ

20 ટકા

10,300

10 લાખથી ઉપર

30 ટકા

18,450

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK